હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવું છું, ગુજરાતના લોકો ખૂબ પ્રેમ કરે છે: અર્ચના ગુપ્તા
અબતક-રાજકોટ
બોટાદ જીલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરે બોલિવુડ, ભોજપુરી તથા કન્નડ અભિનેત્રી અર્ચના ગુપ્તા તેના પરિવારને લઈને હનુમાનજી દાદાનાં દર્શન કરવા આવી હતી. અભિનેત્રી તથા તેના પરિવારે અહી ખૂબ જ આનંદ પણ માણ્યો તથા દર્શન પણ કર્યા. તેઓએ હનુમાનજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમનું કહેવું છે કે ગુજરાતના લોકો ખૂબ જ માન-સમ્માન આપે છે, ખૂબ જ પ્રેમ આપે છે આવું કહી ગુજરાતના ભરપેટ વખાણ કર્યા હતા.
ગુજરાતના તથા તેના લોકોની વાત જ અલગ છે કે જે કોઈપણ અહી આવે છે ગુજરાત તેને પોતાની તરફ આકર્ષિત કરી જ લે છે. ગુજરાતમાં પોતાના રહેણ સહેણ, હરવા ફરવાનાં સુપ્રસિધ સ્થળો તથા સાથે સાથે થેપલા, ઢોકળા અને ફાફડા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં જ એક કન્નડ અભિનેત્રી પણ પરિવાર સહીત ગુજરાત આવી હતી તથા તે પણ ગુજરાતની મહિમા જોઈ ખુદને ગુજરાત તથા અહીના લોકોના વખાણ કરતા રોકી ન શકી.
અર્ચના ગુપ્તા તો માત્ર ગુજરાતથી જ નહી પણ અહીની ભાષાથી પણ અત્યંત પ્રભાવિત થઇ હતી. તેણે ગુજરાતનાં વખાણ તો કર્યા જ પરંતુ ગુજરાતી ભાષામાં કેમ છો કહીને વાતચીત પણ કરી હતી. અર્ચના આગળ કહે છે કે આજે હનુમાન દાદાનાં દર્શન કરવાનો મને લ્હાવો મળ્યો છે, તેથી હું ખુદને ખૂબ જ ધન્ય અનુભવું છું.