હાલ હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થતો જાય છે ત્યારે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સતીશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સતીશ કૌશિકના નજીકના મિત્ર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે સતીશ કૌશિક સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું – હું જાણું છું “મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!

લોકોને પોતાની કોમેડીથી હસાવનાર આજે લોકોને રડતા મુકીને ચાલ્યા ગયા છે ત્યારે સતીશ કૌશિક માટે લોકો દુ:ખ વ્યક્ત કરીને સોશીયલ મીડિયા મારફતે શ્રધ્ધાજલી પાઠવી રહ્યા છે ત્યારે અનુપમ ખેરે ટ્વીટ કરીને પોતાના સૌથી ખાસ મિત્રને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સતીશ કૌશિક સાથેની તસવીર શેર કરતાં તેણે લખ્યું- હું જાણું છું ‘મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!’ પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ !! Life will NEVER be the same without you SATISH! ઓમ શાંતિ!

હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા

Satish Kaushik Death Biography Personal Life Career Wikipedia Wife Kids Affair Age Net Worth Satish Kaushik Death: ‘मिस्टर इंडिया’ के ‘कैलेंडर’ सिर्फ एक्टिंग ही नहीं, इन चीजों में भी थे मास्टर, नीना गुप्ता से करना चाहते थे शादी

સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સતીશ કૌશિકનો મૃતદેહ હાલમાં ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ આજે બપોરે તેમના મૃતદેહને મુંબઈમાં તેમના ઘરે લાવવામાં આવશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવશે. સતીશ કૌશિક ગુડગાંવમાં કોઈના ફાર્મહાઉસમાં કોઈને મળવા ગયો હતો. ફાર્મહાઉસથી પરત ફરતી વખતે કારમાં જ સતીશ કૌશિકને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

 

સતીશ કૌશિકે બોલિવૂડમાં દરેક ક્ષેત્રમાં કામ કર્યું છે. એક ઉત્તમ અભિનેતા હોવા ઉપરાંત, તેઓ સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ જાને ભી દો યારોંથી કરી હતી. તેને તેની અસલી ઓળખ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી મળી હતી. તેણે રામ લખન, સાજન ચલે સસુરાલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટૂંક સમયમાં કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળવાના હતા . થોડા સમય પહેલા તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.