રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બુધવારે દિલ્હીમાં ૬૪ મો નેશનલ ફિલ્મ એવોર્ડ આપશે. Akshay Kumar ને ફિલ્મ ‘રુસ્તમ’ માટે શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ અને સોનમ કપૂરની ફિલ્મ નીરજાને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ આપવામાં આવશે. તો બીજી તરફ, ઉત્તર પ્રદેશને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ‘દંગલ ગર્લ’ ઝાયરા વસીમ માટે પણ આ નેશનલ એવોર્ડ ખાસ રહેશે. તેને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
તો બીજી તરફ, સામાજિક મુદ્દા પર સંદેશ આપનારી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પિંકને મળ્યો છે. તમને જણાવી દઈએ કે, નીરજા અને રુસ્તમ બંને રીયલ લાઈફમાંથી ઉઠાવવામાં આવેલ સ્ટોરી છે. બંને ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
- નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિનર લિસ્ટ…
ફિલ્મોની શૂટિંગ માટે સૌથી સારું રાજ્ય : ઉત્તર પ્રદેશ
સ્પેશિયલ મેન્શન સ્ટેટ: ઝારખંડ
બેસ્ટ પુસ્તક: લતા સુરગાથા
બેસ્ટ ક્રિટીક: ધનંજય
બેસ્ટ હિન્દી ફિલ્મ : નીરજા
બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટસ: શિવાય
બેસ્ટ એડિટિંગ : મરાઠી ફિલ્મ વેન્ટીલેટર
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ : દંગલ માટે ઝાયરા વસીમ
બેસ્ટ એક્ટર: ‘રુસ્તમ’ માટે અક્ષય કુમાર
સોશિયલ મેસેજવાળી બેસ્ટ ફિલ્મ : પિંક
બેસ્ટ ચાઈલ્ડ ફિલ્મ : ધનક
બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ: સુરભી ‘મલયાલમ’