રૂ.91 હજારના 1400 કિલો લોખંડના સળિયા સહિત રૂ.3.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી.
ધાંગધ્રા હવાઇ પાસે હળવદ રોડ પર આવેલી રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં એક બોલેરો પિકઅપ વાહનમાં શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે રૂ.91 હજારની કિંમતના 1400 કિલો સળિયા સહિત રૂ.3.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રા વિસ્તારમાં અવાર નવાર હાઈવે વાહનો માથી ગેરકાયદે સામના કાઢવાની પ્રવૃત્તિ ચાલે છે. ત્યારે એલસીબી ટીમે ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર શંકાસ્પદ હાલતમાં લોખડનાં સળીયા સાથે બોલેરો પીકપ ગાડી જડપી પાડી હતી.જે રૂ.3.91 લાખનો મુદામાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી ફરાર આરોપી સામે ગુનો નોંધાવાયો હતો.સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હદમા પેટ્રોલિંગમાં હતા તે સમયે ધ્રાગધા હાઈવે ચુલી ગામ પાસે રામદેવ હોટલ નજીક શંકાસ્પદ રીતે લોખંડના સળિયા ભરેલા જીજે-05-પીઝેડ-1649 નંબરનીબોલેરો પીકપ વાનને પકડી પાડી હતી.
એલસીબી પોલીસ દ્વારા ચોરી કે છળકપટથી મેળવેલા લોખંડના સળીયાનો શંકાસ્પદ જથ્થો જેની કિંમત રૂપિયા 91 હજાર, બોલેરો પીક ગાડી જેની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂ.3,91,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર્યવાહી દરમિયાન કોઈ પણ વ્યક્તિ હાજર ન મળતા પોલીસે મુદ્દામાલનો કબ્જો લઇ કાર્યવાહી હાથધરી મુદામાલને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને હવાલે કરી ફરાર આરોપી સામે ગુનો નોંધાવામાં આવ્યો હતો.