લાપસરીથી મૃત પશુઓ ભરી પિકઅપ વાનમાં કોઠારીયા ગામ તરફ આવતા પાણીના પ્રવાહમાં ત્રણ યુવાનો તણાયા: બેનાો આબાદ બચાવ

રાજકોટમાં ખોખડદળના પુલ પાસે લાપસરીથી મૃત પશુઓ ભરી પિકઅપ વાનમાં કોઠારીયા ગામ તરફ જતાં ત્રણ યુવાનો પુલ પર પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં એક મજુર ડમ્પર પર ચડી ગયા બાદ બે યુવાન પાણીમાં તણાયા બાદ ડ્રાઇવર તરીને બહાર આવી ગયો હતો જયારે એક યુવાન પાણીમાં લાપતા થતા તેની શોધખોળ હજુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા થઇ રહી છે.

આ અઁગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પરના રણછોડદાસબાપુ આશ્રમ પાછળ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઇ રાઠોડ મૃત ઢોર ઉપાડવાનો કોન્ટ્રાકટનું કામ કરતા તેનો ડ્રાઇવર ભાવેશ શીશકાંત રાઠોડ (ઉ.વ.૩૦) તથા બે મજુરો પ્રકાશ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.૨૨) અને ભીખો (ઉ.વ.ર૮) રોહિદાસપરા વાળા પોતાની બોલેો પીકઅપવાનમાં મૃત ઢોર ઉપાડવા ગયા હતા.

દરમિયાન ત્રણેય યુવાન કુવાડવાથી મૃત ઢોર ઉપાડી લાપસરી જવા માટે વેલનાથપરા પુલ પરથી પસાર થયા હતા. લાપસરીથી મૃત ઢોરને ઉપાડી ફરી કોઠારીયા ગામ આવવા માટે વેલનાથપરા પુલ પરથી પસાર થતા હતા ત્યારે પાણીનો પ્રવાહ વધી જતા બોલેરો બંધ થઇ જતા પાણીના પ્રવાહનો વધી જતા બોલેરો બંધ થઇ જતા પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. મોત સામે દેખાતા ત્રણેય યુવાન ગભરાયા લાગ્યા હતા. તે દરમિયાન બોલેરો પાસે ડમ્પર ઉભુ રાખતા ડ્રાઇવર ભાવેશે પોતે નિકળવાને બદલે મજુર પ્રકાશને ડમ્પરમાં ચડાવ્યો હતો.

પ્રકાશ ડમ્રપમાં ચડતાની સાથે જ બોલેરો પિકઅપ વાન પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ હતી. જેમાં ડાઇવર ભાવેશને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી શકયો હતો. પરંતુ ભીખા નામનો યુવાન પ્રવાહમાં ગરકાવ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયબ બ્રિગેડના જવાનો દોડી જઇ યુવાન ભીખાની શોધખોળ હાથ ધરી છે. કલાકોની  જહેમત બાદ પણ યુવાનની કોઇ ભાળ

મળી ન હતી. સાથે હજુ સુધી બોલેરો પીકઅપવાન પણ હાથ આવી ન હતી. ભીખો પાણીમાં તાણઇ ગયો કે બહાર નીકળી ગયો છે તે અંગે પણ હજુ ચોકકસ માહીતી મળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.