ક્રૂરતાપૂર્વક બોલેરોમાં ભરવામાં આવેલા ૫ પશુને ગૌરક્ષકોએ છોડાવ્યા : બી ડિવિઝને કાર્યવાહી હાથ ધરી
મોરબી નજીક રાત્રીના સમયે ઠસોઠસ રીતે કુરતાપૂર્વક પશુઓ ભરેલી બોલેરો કારને બજરંગ દળ અને શિવસેનાના કાર્યકરોએ ઝડપીને બી ડિવિઝન પોલીસને સોંપી હતી. હાલ આ મામલે પોલિસે તપાસ આદરી છે.
માળિયા તરફથી મોરબીના ઉમા ટાઉનશીપ તરફ આવતી બોલેરો મેક્ષ કાર નં જીજે ૧૩ એટી ૪૭૪૮ માં પાડા ભારેલા હોવાની બાતમીને પગલે શિવસેના તેમજ બજરંગદળના પ્રમુખ કમલભાઈ દવે, કરણભાઈ પરમાર, પાર્થભાઈ નેસડીયા, અનિલભાઈ ભોરાણા તેમજ અમિતભાઈ શાહ સહિતના ગૌરક્ષકોએ બોલેરો કારને આંતરીને તલાશી લેતા ચાલકનું નામ હુશેનભાઈ ગનીભાઈ મતવા રહે. મોરબી વાંકાનેર દરવાજાવાળો હોવાનું જણાવ્યું હતું
બોલેરો કારમાં પાંચ પાડા ભરેલા હતા જે ક્રુરતાપૂર્વક હલીચલી સકે તેમ હોય, ઘાસચારા અને પાણીની કોઈ વ્યવસ્થા ના હોય અને ગાડીમાં બાંધેલા હોય વાહન અને પશુ સહીત ૧,૬૦,૦૦૦ નો મુદામાલ ઝડપીને બી ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો અને ફરિયાદ કરવામાં આવી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com