પાટણવાવ પોલીસે દારૂના કટીંગ દરમિયાન પાડયો દરોડો: 5400 બોટલ દારૂ અને 11000બિયરના ટીન અને ટ્રક મળી રૂ65.26લાખનો મુદામાલ કબ્જે
ધોરાજી તાલુકાના છત્રાસા ગામે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે પાટણવાવ પોલીસે દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરી તેની પાસેથી ટ્રક, 5400 બોટલ વિદેશી દારૂ, 11000 બિયરના ટીન અને બાઇક મળી રૂ65.26 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન હરિયાણાના ટ્રક ચાલક અને ક્લિનર ભાગી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ છત્રાસા ગામે હરિયાણા પાસીંગના ટ્રકમાં વિદેશી દારૂઅને બિયરનો જંગી જથ્થો આવ્યાની બાતમીના આધારે પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે છત્રાસા ગામે દારૂઅંગે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. છત્રાસા ગામના હમીર મેણંદ મુળશીયા નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી રૂ39.60 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયર, એચ.આર.47સી. 6681નંબરનો ટ્રક, બાઇક અને મોબાઇલ મળીરૂ.૬૫.૨૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
દરોડા દરમિયાન ટ્રક ચાલક અને ક્લિનર ભાગી જતા બંને શખ્સોની શોધખોળ હાથધરી છે. છત્રાસાના બુટલેગર હમીર મેણંદને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com