બોલબાલા ટ્રસ્ટનાં ૩૧માં સ્થાપના દિન નિમિતે ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય તેમજ ટ્રસ્ટના કાર્યકર્તા દ્વારા શહેરનાં ૫૦૦ લોકેશન પર ૬૨ હજાર એનર્જી ડ્રિન્કની બોટલનું વિતરણ કરવામાં આવ્યું આ સાથે છેલ્લા ૬૦ દિવસથી લોકડાઉનમાં જે જરીયાતમંદ અને ભુખ્યા લોકો હતા તેમને તેવા ૩૫૦૦૦ લોકોને રોજ એક ટકનું ભોજન વિતરણ કરવામાં આવતું હતું. આ સેવાકિય કાર્યમાં જેટલા સ્વયંસેવકો જોડાયા હતા તેઓ બધાને સન્માનપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.
જયેશભાઈ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ પ્રમુખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન સમયથી જ ગરીબ, ભુખ્યા તેમજ જરીયાતમંદ ૩૫,૦૦૦ લોકોને રોજનું એક ટકનું ભોજન બોલબાલા ટ્રસ્ટ પુરુ પાડતી તેમજ આ સેવા કાર્યમાં જેટલા કાર્ય કરતા તેમજ મારા નજીકના લોકો જોડયા તેમનો ખુબ આભાર વ્યકત કરુ છું. આ સાથે તેમને સન્માનપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવું છું તેમજ શહેરના લોકોને ઈમ્યુનીટી સિસ્ટમ વધારવા આજરોજ ૬૨ હજાર એનર્જી ડ્રિકસની બોટલ શહેરનાં વિવિધ વિસ્તારમાં વહેંચણી કરવામાં આવી રહી છે.