કોંગ્રેસમાં ચાલતા આંતરિક જુથબંધીથી નારાજ અનેક ધારાસભ્યોના કારણે બે સિંહોની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવી સ્થિતિ
દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં દાયકાઓથી ઉપરથી લઈને નીચે સુધી જુથબંધી ચાલી રહ્યાનું સર્વવિદિત છે. કોંગ્રેસમાં ઘર કરીને ઉચ્ચકક્ષા બેસી ગયેલા પીઢ નેતાઓ નવા યુવા નેતાઓને કારણે પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમાઈ ન જાય તે માટે નેતાઓની નવી કેડર ને આગળ આવવા નેતા નથી ગુજરાત કોંગ્રેસમાં પણ દાયકાઓથી આવી જુથબંધી ચાલી રહી છે. કોંગ્રેસી નેતાઓની આવી જુથબંધીઓનો ફાયદો લઈને ભાજપ ગુજરાતમાં અઢી દાયકાથી શાસન ટકાવી રાખ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી જુથબંધીનાં કારણે રાજયસભાની આગામી ચૂંટણી માટે શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત થતા કોંગ્રેસમાં આંતરિક અસંતોષનો ચરૂ ઉકળી ઉઠ્યો છે.
આગામી ૨૬મીએ યોજાનારી રાજયસભાની ચૂંટણી માટે ગઈકાલે એઆઈસીસી દ્વારા કોંગ્રેસના બીજા ૧૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતની બે બેઠકો માટે શકિતસિંહ ગોહિલ અને રાજીવ શુકલાના નામો જાહેર કર્યા હતા. પરંતુ આ નામો જાહેર થતા કોંગ્રેસના ૪૦ જેટલા ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો. જેથી ગુજરાતમાં મધ્યપ્રદેશ વાળી ન થાય તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજીવ શુકલાને સમજાવીને તેમની જગ્યાએ ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે ગુજરાત કોંગ્રેસ પર દાયકાઓથી સિંહોનો કબજો રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહના મામા એવા અમિત ચાવડા રહી ચૂકયા છે.
જોકે, વર્તમાન સ્થિતિ જોતા કોંગ્રેસના ધારાસભ્યોમાં વ્યાપેલી નારાજગીને ધ્યાનમાં રાખવામાં આવે તો કોંગ્રેસના બંને ઉમેદવારો શકિતસિંહ અને ભરતસિંહમાંથી એક જ સંપૂર્ણ વિશ્ર્વાસ સાથે જીતી શકે તેમ છે. જેથી આ બંને ‘સિંહ’ ઉમેદવારોમાંથી એક સિંહ ઉમેદવાર પોતે આસાનીથી જીતી શકે તે માટે આંતરિક ખેંચાખેંચી થવાની સંભાવના છે.
રાજયસભાના ટીકીટ માટે દાવેદાર મનાતા એક પૂર્વ પ્રમુખ એવા સૌરાષ્ટ્રના એક વરિષ્ટ નેતાની ટીકીટ કાપી નખાતા તેઓ નવાજૂની કરવાનાં મુડમાં હોય કોંગ્રેસ માટે એક સાધે ને તેર તુટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસનીઆંતરિક જુથબંધીની આ સ્થિતિમાં પાટીદાર સમાજને સીધો ફાયદો થવાની સંભાવના છે. કારણ કે ભાજપે તેના ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના નરહરી અમીનને ટીકીટ આપી છે.
ગુજરાતમાં કુલ ચાલ રાજ્યસભા બેઠકો માટે આગામી ૨૬ માર્ચે ચૂંટણી યોજાવવાની છે. જે માટે ગુજરાત કોંગ્રેસ પ્રદૃેશ નેતાગીરી તરફથી બે માન મોકલવામાં આવ્યા હતાં. જેમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાના નામ શામેલ હતાં. પરંતુ કોંગ્રેસ હાઈકમાંડ તરફથી આ બંને નામો ફગાવી દૃેવામાં આવ્યા હતાં. કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાના નામ નક્કી કર્યા હતાં. આમ ગુજરાત કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલા બંને ઉમેદૃવારોના નામોનો છેદૃ ઉડાડી દૃેવાતા ધારાસભ્યો ભડક્યા છે. રાજીવ શુકલા હાર જોઈને આ હરીફાઈમાંથી ખસી ગયા હોય તેવો ઘાટ રચાયો હતો. મધ્યપ્રદૃેશ કોંગ્રેસની જેમ ગુજરાતમાં પણ રાજયસભાની ચૂંટણીને લઇને ભારે અસંતોષ બહાર આવ્યો હોય તેમ, ઓછામાં ઓછા ૩૫ ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન્ડે રાજ્યસભાની બે બેઠકો માટે નક્કી કરેલા નામો શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાની સામે ભારે વિરોધ નોંધાવીને જો ઉમેદૃવાર બદૃલવામાં નહીં આવે તો સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારતાં હાઇકમાન્ડે જાહેર નામો અટકાવીને પ્રદૃેશ નેતાઓ સાથે વાતચીત શરૂ કરી હોવાના અહેવાલો મળી રહૃાાં છે. ધારાસભ્યો ગુજરાતના દિૃગ્ગજ નેતા ભરત સિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા પર ભાર આપી રહૃાાં છે. જો આમ નહીં કરવામાં આવે તો ૩૫ ધારાસ્ભ્યોએ સાગમટે રાજીનામા આપવાની ધમકી આપી દૃીધી છે. આ ધમકીના પગલે ગુજરાત હાઈકમાંડ હરકતમાં આવ્યું છે. તો ગુજરાતના પ્રદૃેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ સક્રીય બની ગયા છે. તેમને શક્તિસિંહ અને રાજીવ શુક્લા એમ બંનેના નામ હાલ અટકાવી દૃીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
અમિત ચાવડાએ હાઇકમાન્ડ સાથે વાતચીત કરી શરૂ કરે છે અને નામ અંગે પુન: વિચારણા કરવા રજૂઆત કરી છે. ચાવડા તરફથી અહેમદૃ પટેલ, અશોક ગેહલોતને ધારાસભ્યોની લાગણી પહોંચાડવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને પણ ધારાસભ્યોની લાગણીઓ પહોંચાડવામાં આવી છે.જ્યારે કોંગ્રેસના નેતા સી.જે ચાવડાએ કહૃાું હતું કે, ઉમેદૃવારોની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ભરતસિંહ સોલંકી અને અર્જૂન મોઢવાડિયાના નામ ધારાસભ્યોએ સૂચવ્યા હતા. આ સૂચવેલા નામમાંથી એક નામ આવે તો વાંધો નથી. બીજુ નામ અન્ય કોઈ આવે તો વાંધો નથી. જ્યારે બીજી બાજુ ભાજપના ફાળે બે બેઠકો તો નક્કી જ છે. હવે જો તેણે ત્રીજી બેઠક પર જીત મેળવવી હોય તો માત્ર ૭ ધારાસભ્યોની જરૂર છે. આ સ્થિતિમાં કોંગ્રેસમાં થયેલા ભડકામાં ભાજપને પોતાની તક દૃેખાવવા લાગી છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાં કંઈ નવા જુની ના થાય અને ઘીના ઠામમાં ઘી ઠરે તેવા પ્રયાસ હાઈકમાન્ડ તરફથી હાધ ધરી દૃેવામાં આવ્યા છે.
પાટીદાર ફેકટર ભાજપને ત્રીજી બેઠક જીતાડશે !
રાજયસભાની ચુંટણીમાં ફરી એક વખત રોમાંચકતા આવી ગઈ છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નર હરી અમીનને મેદાનમાં ઉતારતા હવે પાટીદાર ફેકટર ભાજપને ત્રીજી બેઠક જીતાડે તેવી સંભાવના પણ ઉભી થવા પામી છે. કોંગ્રેસનાં બંને ઉમેદવારો ક્ષત્રિય સમાજમાંથી આવે છે આવામાં પાટીદાર સમાજમાંથી આવતા કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યો જો ભાજપનાં ઉમેદવાર નર હરી અમીનની તરફેણમાં મતદાન કરશે તો ભાજપ આસાનીથી ૩ બેઠકો જીતી જશે. ભાજપને માત્ર ૩ મતોની જ આવશ્યકતા છે. આવામાં એક બેઠક પર પાટીદાર ફેકટર ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવે તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતની રાજયસભાની ૪ બેઠકો માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતા ભારે સસ્પેન્સ સર્જાર્યુર્ં છે. ભાજપનાં ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જીત નિશ્ર્ચિત છે. સામાપક્ષે જો ક્રોસ વોટીંગ થશે કે મતદાન વેળાએ કોંગ્રેસનાં ધારાસભ્ય ગેરહાજર રહેશે તો ગોહિલ, સોલંકી કે અમીનમાંથી પણ વિજેતા બનશે તે હાલ કહી શકાય તેમ નથી.
રાજીવ શુકલા ઉમેદવારીમાંથી કેમ ખસી ગયા ?
રાજયસભાની ચુંટણી નજીક આવતા જ ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ઉડીને આંખે વળગી રહ્યો છે. કોંગ્રેસમાં બે સિંહોને આગળ ધરવાની નીતિનાં કારણે રાજીવ શુકલાએ ઉમેદવારી જતી કરી હોવાનું સામે આવે છે. હાઈકમાન્ડે મેદાનમાં ઉતારેલા મુરતીયાનાં નામ પરથી એ વાત તો ફલિત થઈ છે કે, વર્તમાન સમયે પણ કોંગ્રેસમાં જુથવાદનો ભોરીંગ છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા જેવા નેતાઓનાં નામ સુચવાયા બાદ હાઈકમાન્ડ તરફથી નામ ફગાવી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આવા સંજોગોમાં ભાજપને ત્રીજી બેઠક જીતવા માટે માત્ર ત્રણેક મતની સરેરાશ જરૂર હોવાની હકિકત જાણી ગયેલા રાજીવ શુકલાએ પોતાનું ઉમેદવારી પદ જતું કર્યું હતું અને બાંધી મુઠ્ઠી રાખની ઉકિત અનુસાર પોતે જે જવાબદારી નિભાવી રહ્યા છે તે જ અદા કરવાની વાત કરી હતી. બીજી તરફ કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી ધોળાય તે માટે હાઈકમાન્ડ કવાયત કરી રહ્યું છે. રાજયસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો જીતવા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં સામે આવેલો જુથવાદ ફરીથી કોંગ્રેસને નુકસાન પહોંચાડશે તેવું કહી શકાય.
ભાજપે ત્રીજા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા: નરહરી અમીને ફોર્મ ભર્યું
ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીનો જંગ ફરી એક વખત રોમાંચક બની ગયો છે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે સત્તાધારી પક્ષ ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારી નરહરી અમીનને ફોર્મ ભરાવતા કુકરી ગાંડી કરી છે. ત્રીજી બેઠક જીતવા માટે ભાજપને માત્ર ત્રણ મતોની જરૂરીયાત છે. ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતા હવે મતદાન થશે તે ફાઇનલ થઇ ગયું છે. આજે બપોરે ૧૨.૩૯ કલાકેના શુભ વિજય મુહુર્ત ભાજપના ત્રણ તથા કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
રાજયસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, ચુનીભાઇ ગોહેલ, મધુસુદન મીસ્ત્રી તથા વાડોદરિયાની મુદત પૂર્ણ થતા ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ર૬મી માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે હાલ ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે માત્ર એક જ બેઠક છે. ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂૂંટણીમાં કોંૅગ્રેસની સભ્ય સંખ્યા વધી છે. હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપના ૧૦૩ ધારાસભ્યો છે. જયારે કોંગ્રેસ પાસે ૭૩ ધારાસભ્યો છે. વર્તમાન સભ્ય સંખ્યાને ઘ્યાનમાં રાખવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બબ્બે બેઠકો મળે તેમ છે.
ભાજપે બુધવારે સાંજે રાજયસભા માટે પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન ગઇકાલ સાંજે કોંગ્રેસે પોતાના બે ઉમેદવાર તરીકે વિધાનસભાના પૂર્વ નેતા શકિતસિંહ ગોહિલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત કરી હતી. ગત રાતે ભાજપની એક બેઠક યોજાઇ હતી. જેમાં રાજયસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આજે બપોરે ૧ર કલાક અને ૩૯ મીનીટના શુભ વિજય મુહુર્ત ભાજપના ત્રણેય ઉમેદવાર અભયભાઇ ભારદ્વાજ, રમીલાબેન બારા તથા નરહરી અમીને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા તો સામા પક્ષે કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ફોર્મ ભર્યા હતા.
રાજયસભાના સાંસદ બનવા માટે એક ઉમેદવારે ૩૭ ફર્સ્ટ પ્રેફરન્સ મત મેળવવા જરુરી છે. હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો છે જયારે કોંગ્રેસ પાસે ૭૩ ધારાસભ્યો છે ભાજપની બે બેઠકો ફાઇનલ છે. એનસીપીના એક ધારાસભ્ય કાંધલ જાડેજા, જયારે છોટુ વસાવા સહિત બીટીપીના બે ધારાસભ્યોના મત ભાજપને મળે તો મતોની સંખ્યા ૧૦૬ જેવી થઇ જવા પામે છે.
ત્રીજી બેઠક જીતવા માટે ભાજપને માત્ર પાંચ મતો ઘટે છે. આવામાં જો ગણિત માંડવામાં આવે તો કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મતદાન વેળાએ ગેરહાજર રહે અથવા કોંસ વોટીંગ કરે તો ભાજપ ત્રીજી બેઠક પણ આસાનીથી જીતી શકે તેમ છે કારણ કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની ગેરહાજરી કે કોંસ વોટીંગ ભાજપને બમણો ફાયદો કરાવી શકે છે. કોંગ્રેસના ફર્સ્ટ પ્રેફરન્સ મતો ઘટી જાય અને ભાજપને ૩૭ મતો ન મળે તો પણ તે એકડા બાદ બગડાની ગણતરી કરવામાં આવે તો ત્રીજી બેઠક જીતી શકે તેમ છે.
રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ બબ્બે ઉમેદવારોના નામની જાહેરાત કરતા એવું લાગી રહ્યું હતું કે રાજયસભાની ચૂંટણી બિન હરીફ થશે પરંતુ આજે સવારે અચાનક ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનના નામની જાહેરાત કરી હતી અને અભયભાઇ ભારદ્વાજ તથા રમીલાબેન બારા સાથે અમીનને પણ ફોર્મ ભરાવતા અચાનક રાજયસભાની ચૂૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. નરહરી અમીને વર્ષ ૨૦૧૨ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ ન મળતા કોંગ્રેસ સાથે છેડો ફાટયો હતો અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યા હતો. મૂળ કોંગ્રેસી હોવા છતાં તેઓ ભાજપમાં પાયાના કાર્યકરની માફક ભળી ગયા હતા અને આઠ વર્ષ દરમિયાન પક્ષે જે જવાબદારી સોંપી તે તેઓએ ખુબ જ ખંતથી નિભાવી હતી. તેઓની ફરજ નિષ્ઠાને ઘ્યાનમાં રાખી ભાજપે તેઓને રાજયસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
હવે જો મતદાન વેળાએ કોંગ્રેસના અમુક ધારાસભ્યો જાણી જોઇને ગેરહાજર રહે અથવા કોંસ વોટીંગ કરે તો ભાજપના ત્રણેય ઉમેદવાર જીતી જાય અને કોંગ્રેસમાં શકિતસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકી જેને વધુ ફર્સ્ટ પ્રેફરન્સ મતો મળે તે સાંસદ બને હાલ રાજયની વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૧૮૦ બેઠકો ભરેલી છે અને બે બેઠકો ખાલી છે રાજયસભાની ચૂંટણી ફરી રોમાંચક બની છે.