લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરતા મહિલાએ ફરિયાદ નોંધાવી

દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે તેમાં પણ લગ્નની લાલચ આપી વિવિધ સ્વરૂપે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદની જ એક એવી ઘટના સામે આવી જેમાં બોગસ હ્રદયના ડોક્ટરે 32 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર મહિલાને લગ્નની લાલચ આપી અનેક બહાના દ્વારા 48 લાખ રૂપિયાનો ચૂનો લગાડી દીધો જે અંગે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં અર્જુન મોટવાણી નામક બોગસ હ્રદયના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે એ વાત સામે આવે તે 32 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર મહિલા અને બોગસ હ્રદયનો ડોક્ટર અર્જુન મોટવાણી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા જેમાં અર્જુને જણાવ્યું હતું કે તે લીલાવતી હોસ્પિટલ અને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે. હાલ તે અમદાવાદ ખાતે આવેલી અપોલો હોસ્પિટલમાં સેવા કરે છે. વિવિધ જગ્યાઓ પર ઇન્ટિરિયર ડિઝાઇનર મહિલા અને બોલાવી લગ્નની લાલચ આપી હતી અને પોતાના પરિવાર અંગે પણ માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.

ત્યારબાદ બોગસ ડોક્ટરે વિવિધ કારણોસર રૂપિયા ઉસેડવાનું કાર્ય શરૂ કર્યું હતું. પ્રથમ પહેલા 50000 રૂપિયા ત્યારબાદ 30 લાખ રૂપિયા અને 17 લાખ રૂપિયા એમ ત્રણ વખત આપ્યા હતા પરંતુ રૂપિયા પરત આંગડિયા મારફતે આપવાના ખોટા વાયદા ને લઈ મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગામે દિવસોમાં આ પ્રકારના છેતરપિંડીનો ભોગ કોઈ અન્ય લોકો ન બને તેના માટે આ તમામ પ્રકારની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ લાલચમાં ન આવવા માટે પણ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.