બી.એ સુધી અભ્યાસ કરતો બિહારનો શખ્સ પકડાયા બાદ નવી જગ્યાએ પ્રેક્ટિસ શરૂ કરી દેતો

રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને પોલીસે ચોથી વાર પકડી જેલ હવાલે કર્યો છે.આ વખતે આ બોગસ ડોકટર ગોંડલ બાયપાસ નજીક આવેલા ભારતનગર મફતિયાપરામાંથી એસ.ઓ.જી એ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ એસ.ઓ.જી ટીમે દિનેશ શ્યામ તાંતી નામના બોગસ તબીબને ચોથી વાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપી પડ્યો છે. આરોપી દિનેશ મુળ બીહારનાં ભાગલપુરનો વતની છે. બીએ સુધી અભ્યાસ કર્યો છે. વર્ષોથી રાજકોટમાં રહે છે. અગાઉ ત્રણ વખત પકડાઈ ચુક્યો છે. પકડાય ત્યારબાદ નવી જગ્યાએ પ્રેકટીશ શરૂ કરી દેતો હતો.

હાલમાં તેણે ભારતનગર મફતીયાપરામાં આવેલા પોતાના મકાનમાં પ્રેકટીશ શરૂ કરી દીધાની માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. તેના ક્લિનિકમાંથી એલોપેથીક દવા, ગ્લુકોઝના બાટલા, ઈન્જેકશનો વગે2ે મળી કુલ રૂા. 4928નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.એસઓજીએ તેના વિરૂધ્ધ મેડીકલ પ્રેકટીશ્નર એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી થોરાળા પોલીસને સોંપી દીધો હતો. જે હવે આગળની તપાસ કરશે. થોરાળા પોલીસ પણ તેને બે વખત પકડી ચુકી છે.તેવું તપાસમાં જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.