હોટલની આડમાં કોવિડના દર્દીઓની સારવાર કરતા ‘મુન્નાભાઈ’ એમબીબીએસ’ ઝડપાયો
શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ધ ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ નામની હોટલ જે આખી એક બિલ્ડિંગમાં આવેલ છે.જેમાં બી ડીવીઝનના પોલીસ સ્ટેશનનાં પીઆઈ ઔસુરા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો જયારે પોલીસ હોટલે પહોચીતો ત્યાં હોટલ નહી પરંતુ ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલ જોવા મળી હતીજેમાં 12 જેવા દર્દીઓ દાખલ હતા અને 3 દર્દીઓ ઓકિસજન પર હતા પોલિસે સ્થળ પર હાજર હેમંત દામોદાર અરાજાણીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેના પુત્ર શ્યામ રાજાણીએ અઠવાડિયાથી હોટેલની અંદર કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. અને શ્યામ જ પોતાની ઓળખ ડોકટર તરીકે આવી કોરોનાદા દર્દીની સારવાર કરી રહ્યો છે. અને રોજના દર્દીઓ પાસેથી રૂ.18 હજાર વસૂલવામાં આવતા હતા પોલીસને જાણવા મળ્કે શ્યામ રાજાણી સામે અગાઉ બે વર્ષ પહેલા પણ નકલી ડોકટર અને સરકારી દવા ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમાં તેના પિતા હેમંત રાજાણી પણ સાથે સંડોવાયેલ હતો હોટેલની અંદર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોવિડ હોસ્પિટલ ચાલુ કરનાર શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી સામે ગુનો નોંધી સ્થળ પર હાજર હેમંત રાજાણીની ધરપકડ કરી હતી જયારે શ્યામની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મૂજબ જાણવા મળ્યું હતુ કે શ્યામ રાજાણી અગાઉ ર વર્ષ પહેલા એટલે કે2019માં નકલી ડોકટર અને સરકારી દવા ચોરીના બે ગુના નોંધાયા હતા. શ્યામે કુવાડવા રોડ પર લાઈફ કેર નામે હોસ્પિટલ શરૂ કરી હતી, તેની હોસ્પિટલમાં નોકરી કરતા એક સ્ટાફ સાથે એ તે સમયે પૈસા મુદે માથાકૂટ થઈ હતી. જેમાં શ્યામે એ કર્મચારીનું અપહરણ કરી ઢોરમાર માર્યો હતો. બાદમાં તેજ કર્મચારીએ તેનો ભાડો ફોડી નાખ્યો હતો, પોલીસે તે મુદે તાત્કાલીક તપાસ કરતા શ્યામ નકલી ડોકટર હોવાનું બહાર આવ્યું હતુ અને એટલુ જ નહી સિવિલ હોસ્પિટલનાં એક મહિલા તબીબની ડિગ્રીની ઝેરોક્ષ કરી તેના સાતીર દીમાગથી તેમાં પોતાનું નામ ચિપકાવી ડિગ્રી સર્ટીફીકેટ બનાવી નાખ્યું હતુ એ સમયે શ્યામની પત્નીએ તેનો ભાંડો ફોડયો હતો. અને તેમાં પોલીસની તપાસ દ્વારા સરકારી દવાનો જથ્થો મળ્યો હતો.