મની લોન્ડરીંગમાં સંકળાયેલી કંપનીઓની યાદી આયકર વિભાગે તૈયાર કરી કોર્પોરેટ સેકટરનાંઆશરે ૪.૭ લાખ કરોડની ટેકસ ડિમાન્ડ બાકી

હવે બોગસ કંપનીઓ પર તવાઇ આવશે તેવુ  CBDTચેરમેન સુશીલ ચંદ્રા એ જણાવ્યુ હતુ   કાળાં નાણાં સામેની લડાઇને વધુ આક્રમક બનાવતાં કેન્દ્ર સરકારે હવે બોગસ કંપનીઓ પર ત્રાટકવાનો નિર્ણય કર્યો છે. જે કંપનીઓ ઇન્કમટેક્સ ભરતી નથી તથા મોટા પાયે મનિ લોન્ડરિંગમાં સંકળાયેલી છે તેવી કંપનીઓની યાદી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) તૈયાર કરી રહ્યું છે અને આવી કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવા સુધીના પગલાં લેવાશે.

અમદાવાદ આવેલા સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે હાલમાંટેક્સ બેઝનો વ્યાપ વધારવા, કરવેરા કાયદા સરળ બનાવવા, પારદર્શિતા લાવવા તથા કાનૂની કેસો ઘટાડવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાત ચેમ્બર કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) ખાતે યોજાયેલા સમારોહમાં સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, દેશમાં અનેક બોગસ કંપનીઓ કાર્યરત છે અને તેમની પાસેથી કરોડોનો ટેક્સ બાકી છે. મુખ્ય કંપની ઊભી કરીને પેટા કંપનીઓ સ્થાપાય છે તથા તેના દ્વારા બોગસ એન્ટ્રીઓ કરાય છે. કંપની બાબતોના મંત્રાલય પાસેથી આ પ્રકારની કંપનીઓની માહિતી મેળવાઈ રહી છે અને તેમની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે, દેશમાં ૮ લાખ કરોડથી વધુ રકમના ટેક્સની વસૂલાત બાકી છે અને તેમાં કોર્પોરેટ સેક્ટરના લગભગ ૪.૭ લાખ કરોડની ટેક્સ ડિમાન્ડ બાકી છે. નોટબંધી પછી ફક્ત એક મહિનામાં ૧૦ લાખ બેંકમાં જમા કરાવનાર ૧૮ લાખ ખાતેદારોને મેસેજ અને ઈ-મેઈલ મારફતે પૂછપરછ કરાઈ છે. તેમણે કહ્યું હતું કે રિફંડને લગતા પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તેવા પ્રયાસો કરાવામાં આવ્યા છે. છે અને પ્રામાિણક કરદાતાને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જૂના પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. દેશમાં અમેરિકા કે સિંગાપોર જેવી ટેક્સ સિસ્ટમ હોવી જોઇએ તેવું કહેવામાં આવે છે, પરંતુ કરદાતાની માનસિકતા પણ આપણે આયાત કરવાની જરૂર છે એમ તેમણે કહ્યું હતું. કરદાતા, ટેક્સ ક્ધસલ્ટન્ટ તથા આવકવેરા અધિકારીઓ એમ તમામની જવાબદારી નક્કી કરવી જરૂરી છે. સમારંભ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આઈ.ડી.એસ. હેઠળ રૂ. ૧૩,૮૬૦ કરોડનું ડેક્લેરેશન કર્યા બાદ પ્રથમ હપ્તો નહીં ભરીને સનસનાટી મચાવનારા મહેશ શાહ અંગે પ્રશ્ન પૂછાતાં સુશિલ ચંદ્રાએ કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ અંગે સ્થાનિક આવકવેરા અધિકારીઓ કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.