ભારતથી ઓપરેટ થતા બોગસ કોલ સેન્ટરોએ રૂપિયા 25 હજાર કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ !!
બોગસ કોલ સેન્ટર કે જેઓ મોટાભાગે રોમાન્ટિક વાતો અને ટેકનોલોજીકલ છેતરપિંડી આચરતા હોય છે તેવા કોલ સેન્ટરોએ ફક્ત 11 માસમાં અમેરિકન નાગરિકો સાથે આશરે 10 બિલિયન ડોલરની છેતરપિંડી આચરી ચુકી છે. રોમાન્સ સંબંધિત છેતરપિંડી અને ’ટેક સપોર્ટ’ પોપ અપ, મોટાભાગે ભારતમાં ગેરકાયદેસર કોલ સેન્ટરો અને ફિશિંગ ગેંગમાંથી ઉદ્ભવતા છેલ્લા બે વર્ષમાં ભોળી વયના અમેરિકી નાગરિકોને 3 બિલિયન ડોલર (રૂ. 25,000 કરોડ) કરતાં વધુનું નુકસાન પહોંચાડ્યું છે.
એકલા એફબીઆઈ ડેટા અનુસાર આ આંકડો હજુ પણ વધે તેવી શકયતા છે. આ વલણ યથાવત છે, છેલ્લા 11 મહિનામાં અમેરિકનો દ્વારા તમામ ઇન્ટરનેટ/કોલ સેન્ટર-સંબંધિત છેતરપિંડીઓમાં 2022ના છેલ્લા 11 મહિનામાં 10.2 બિલિયન ડોલરનો અંદાજ મુકવામાં આવ્યો છે, જે ગયા વર્ષના 6.9 બિલિયન ડોલરની સરખામણીએ 47%નો વધારો છે.
ભારતમાંથી ચાલી રહેલી ફિશિંગ ગેંગો દ્વારા વૃદ્ધ અમેરિકી નાગરિકોને તેમની જીવન બચતની છેતરપિંડી કરીને ચેતતા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ હવે સીબીઆઈ, ઇન્ટરપોલ અને દિલ્હી સાથે નજીકથી કામ કરવા માટે નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીમાં કાયમી પ્રતિનિધિની નિમણૂક કરી છે. પોલીસ આ ટોળકીનો પર્દાફાશ કરવા અને ભારતીય ભૂમિમાંથી કાર્યરત સિન્ડિકેટને વાયર અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ટ્રાન્સફર કરાયેલા નાણાં ફ્રીઝ કરવા સહિતના પગલાં લઈ રહી છે. એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અહીંના યુએસ એમ્બેસી સાથે જોડાયેલા કાનૂની અને એફબીઆઈના દક્ષિણ એશિયાના વડા સુહેલ દાઉદે જણાવ્યું હતું કે, એફબીઆઈની વેબસાઈટ પર પીડિતો દ્વારા રોમાંસ સંબંધિત છેતરપિંડીનો અહેવાલ 2021માં 8000 કરોડ રૂપિયાનું અંદાજિત નુકસાન દર્શાવે છે.
દાઉદે કહ્યું, તે હજી સુધી રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા ન હોઈ શકે, પરંતુ પ્રતિષ્ઠા (દેશની) સામેલ છે, અને અમે નથી ઈચ્છતા કે ભારતને તે દિશામાં નુકસાન થાય. સીબીઆઈ અને ઈન્ટરપોલ આ ગુનાઓની તપાસમાં “મજબૂત ભાગીદારો” રહ્યા છે, તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે એફબીઆઈ સંડોવાયેલા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને પુરાવા પ્રદાન કરીને તપાસના અંતરને પૂરક કરવા તૈયાર છે.દાઉદે જણાવ્યું હતું કે, ’ટેક સપોર્ટ’ સંબંધિત કેસોમાં વાર્ષિક 130% થી વધુનો વધારો થયો છે અને છેલ્લા બે વર્ષમાં ભોળા અમેરિકનોને રૂ. 9200 કરોડનો ખર્ચ થયો છે.
2021માં 347 મિલિયન ડોલર (રૂ. 2800 કરોડ) અને 781 મિલિયન ડોલર (રૂ. 6400 કરોડ) જાન્યુઆરી-નવેમ્બર 2022 દરમિયાન છેતરપિંડી આચરવમાં આવી છે.એફબીઆઈના દક્ષિણ એશિયાના વડાએ આ ગેરકાયદે ગેંગનો પર્દાફાશ કરવા માટે ભારતીય એજન્સીઓ સાથે બ્યુરોના ઉન્નત સહકાર વિશે વાત કરી જેણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ઇન્ટરનેટ અને કોલ સેન્ટર સંબંધિત છેતરપિંડીઓના ચોખ્ખા નિકાસકાર તરીકે લેબલ થવાના જોખમમાં મૂક્યું છે.દાઉદે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ગુનાઓની જાણ કરવા માટેની એફબીઆઈની વેબસાઇટ એ 2021માં અંદાજે 8.5 લાખ ફરિયાદો નોંધાવી છે જેમાં અંદાજિત 6.9 બિલિયન ડોલરનું નુકસાન થયું છે અને 2022ના 11 મહિનામાં 7.8 લાખથી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં 10.2 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.