ભારત, અમેરિકા, હોંગકોંગ સહિતની એર લાઈન્સો સુરક્ષાને લઈ હરકતમાં : વિવિધ દેશોના ૧૦૦થી વધુ એર લાઈન્સોએ આપેલા ૫૦૦૦થી પણ વધુ મેકસ-૮ પ્લેનોના ઓર્ડરો ઉપર લટકતી તલવાર
ઈથોપીયા વિમાન ક્રેશ બાદ વિશ્ર્વભરની એરલાઈન્સો ફલાઈટોની સૂરક્ષાને લઈ સાવધાન બની છે. ત્યારે ભારત સહિત વિશ્વભરની એરલાઈન્સોએ બોઈંગ ૭૩૭ મેકસ ૮ વિમાનોને સેવામાંથી દૂર કર્યા છે. વારંવાર ફલાઈટોના અકસ્માતોની ઘટનાના અહેવાલોથી વિશ્વઆખુ ગભરાયું છે. આમ તો દરેકની ઈચ્છા હોય છે કે તેઓ પ્લેનમા બેસે પરંતુ હવેથી મુસાફરો પણ એક વખતતો પૂછતા થયા જ છે. કે આ ફલાઈટ મેકસ.૮ વાળી તો નથીને ? ભારતના એવિએશન સેફટી રેગ્યુલેટર ડિરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવિએશને બુધવારે જ બોઈંગ ૭૩૭ મેકસ પ્લેનોને મોડીફીકેશન પહેલા ઉડાન માટેની પરવાનગીથી વંચીત રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે વિશ્વભરની એરલાઈન્સોએ મેકસ ૮ના વિમાનો અંગે ગંભીરતા દર્શાવી છે. બાળપણની હળવી રમત ‘હું જાવ જેલમાં તુ જા પ્લેનમાં, જેલ છૂટે અને પ્લેન ફૂટે’ જેવો ઘાટ સર્જાયો છે. ટેકનીકલ ક્ષતીને કારણે ફલાઈટોમાં જતા મુસાફરોમાં પણ ફફડાટ છે. જાણે વિમાનો ઉડતા કોફીન બની ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. જોકે એરલાઈન્સ દ્વારા મેકસ-૮ના વિમાનો પર પ્રતિબંધ લાદતા સંખ્યાબંધ ફલાઈટો રદ થઈ, જેને લઈ મુસાફરોને અનેક મૂશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ત્યારે આર્થિક તંગીને કારણે પણ જેટના તમામ મેકસ-૮ વિમાનો ઉડ્ડયન માટે હાલ પૂરતા અટકાવાયા છે.
સ્પાઈસ જેટે ૭૩૭ની ફલાઈટો ગ્રાઉન્ડેડ કરી દેતા અન્ય એરલાઈન્સો સૂરક્ષાના નામે મુસાફરોને લૂંટે તેવી શકયતાઓ છે. અને આ બાબતે કેટલાક સવાલો ઉઠીરહ્યા છે.
સ્પાઈસ જેટે તાત્કાલીક ધોરણે ૧૪ ફલાઈટો ભારતમાં રદ્દ કરી જેમાં અમદાવાદની એક ફલાઈટ ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લેવાયો. એર ટ્રાવેલીંગના બુકિંગો ઘણા સમય પહેલા થતાં હોય છે. એક વીમાન આખા દિવસમાં અનેક ડેસ્ટીનેશન ઉપર ઉડા-ઉડ કરતું હોય છે. જયારે ફલાઈટ અચાનક કેન્શનલ થાય ત્યારે બીજી વ્યવસ્થા કરવા એરલાઈન્સોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને પેસેન્જરોને રીફંડ પણ આપવું પડતું હોય છે જેના લીધે એર લાઈન્સ અને મુસાફરો બન્નેને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે.
અમેરિકા, હોંગકોંગ સહિત વિશ્ર્વભરના અનેક દેશોએ બોઈંગ-૭૩૭ મેકસ પ્લેનોને ગ્રાઉન્ડેડ કર્યા છે અને આખરે ભારતે પણ તેના ઉપર વર્તમાન સમય પુરતો પ્રતિબંધ મુકયો છે. જયારે પ્લેન ટેકઓફ થાય ત્યારે તે વર્ટીકલ ધુરીમાં ઉપર તરફ વધતું હોય છે અને ત્યારબાદ નિર્ધારીત ગતિ બાદ ફલાઈટ સીધી દીશામાં આગળ વધતા મુસાફરીની શરૂઆત કરે છે. જયારે સ્પાઈસ જેટનું ઈથોપીયન મેકસ પ્લેન વર્ટીકલ ટેકઓફ વખતે નિર્ધારીત ધુરી કરતા વધુ ઉપર ચાલ્યું જતાં મોનીટરીંગ વખતે પાયલોટને મુશ્કેલી સર્જાય અને પ્લેને સંપૂર્ણપણે સંતુલન ગુમાવતા ૧૫૭ લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતી પરિવારના ૬ સભ્યોએ પણ આ દુર્ઘટના જીવ ગુમાવ્યો. આ વિમાન અંગે બોઈંગે કરેલા દાવા બાદ દુનિયાના વિવિધ દેશોની ૧૦૦થી પણ વધુ એરલાઈન્સોએ ૫૦૦૦થી વધુ વિમાનોના ઓર્ડર આપ્યા હતા તો હાલ આ પ્લેનો ઉપર લટકતી તલવાર અને વિશ્ર્વભરના એર લાઈન્સોએ બહિષ્કારનો નારો અપનાવ્યો છે.
વિશ્ર્વભરની એરલાઈન્સોમાં તેમજ ફલાઈટ મુસાફરીમાં લોકોમાં ફફડાટનોમાહોલ છે. સામાન્ય રીતે ફલાઈટમાં પરિવહન કરવાનો દરેકને શોખ હોય છે પરંતુ ઈથોપીયન દુર્ઘટના બાદ એક વખત તો મુસાફર ખરાઈ કરી જ લેશે કે આ પ્લેનો કયાંક મેકસ-૮ વાળા તો નથી ને ? આ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને લોકોનો જીવ અને મુસાફરી બન્ને આનંદમય અને સુરક્ષીત બની રહે તેના માટે વિશ્વભરની એર લાઈન્સોએ સંયુકતપણે સ્પાઈસ જેટની એર લાઈન્સને ગ્રાઉન્ડેડ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.