ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. કોડીનાર શહેર અને ગીરગઢડા તાલુકાનાં બોડીદર ગામમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.

ગીરગઢડા તાલુકાના બોડીદર અને સોનપરા ગ્રામ પંચાયતના તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર તેમજ કોડીનાર શહેરના, ૫૧૨ આવાસ યોજના ક્વાર્ટર, બિલેશ્વર સોસાયટી, સત્યમ સોસાયટી ૧,૨,૩, આદર્શ સોસાયટી ૧,૨, વિરાટનગર ૧,૨, સરદાર નગર સોસાયટી, સિધ્ધનાથ સોસાયટી, મધુવન સોસાયટી, ધરારનગર અને ભગીરથ સોસાયટીમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.

કોવીડ-૧૯ કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. ઉપરાંત આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરીયાતી આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલેવરીથી પુરી પાડવામાં આવશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સહિતા કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ તાત્કાલીક અસરથી તા. ૨૩ મે સુધી અમલમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.