સૌરાષ્ટ-કચ્છ ઝોનની ઓલમ્પિયાડ પરીક્ષા સંપન્ન
પડધરીના બોડીઘોડી પ્રા. શાળામાં જ્ઞાનકુંજ અને લર્નવિટા સોફટવેરના માઘ્યમ ધ કોન્ટેકની મદદથી બાળકોને ભણાવાય છે
નવજીવન ઓલમ્પિયાડ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં યોજવામાં આવેલી પરીક્ષામાં બોડઘોડી પ્રાથમિક શાળા તાલુકો પડધરી જીલ્લો રાજકોટ ના વિદ્યાર્થી બાબુભાઈ એ ધોરણ ૫ થી ૮ નવજીવન ઓલંપીયાડ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં પ્રથમ નંબર મેળવી અને બોડીઘોડી પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે આજના ટેક્નોલોજીના યુગમાં ભણેલા અને શિક્ષિત લોકો અને શહેરી લોકો ઘણીવાર નાના નાના બાળકોને કે જેની પૂરતી સમજણ વિકસેલી હોતી નથી તેને શિક્ષણ આપવાના નામે ખૂબ જ કુંમળી અને કાચી ઉંમરમાં ટોડલર થી એચ.કે.જી જેવા અભ્યાસક્રમમાં બાળકને ભણવા મૂકે છે અને પોતાના બાળકને એકદમ સ્માર્ટ બનાવવાની દોડમાં સામેલ કરી દે છે ખરેખર શિક્ષણ પાછળ ની આદત ખોટી છે જેને સાબિત કરતા જેણે કે એચ.કે.જી કે એવો કોઈ પણ અભ્યાસ તો ઠીક પણ ધોરણ એક થી ત્રણ સુધીનું શિક્ષણ પ્રાથમિક શાળામાં મેળવ્યું નથી અને આરટીઈ એક્ટ ૨૦૦૯ મુજબ પોતાની વયકક્ષા પ્રમાણે સીધો ધોરણ ચાર માં પ્રવેશ મેળવેલ હતો એવું બાળક જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની નવજીવન ઓલંપીયાડ ની પરીક્ષા માં પ્રથમ નંબરે પાસ થાય ત્યારે ઘણા બધા પ્રશ્નાર્થ ઊભા થાય છે અત્યારની વાલીઓની શિક્ષણ પાછળની આંધળી દોટ ની સામે દરેક બાળકની શીખવાની ઝડપ અલગ અલગ હોય છે બાળક પોતાની ઝડપે શીખી શકે અને પોતાના સમયે શીખેલી બાબતો નું પુનરાવર્તન અને દઢીકરણ કાર્ય થઈ શકે એના માટે બોડીઘોડી પ્રાથમિક શાળા દ્વારા જ્ઞાનકુંજ અને લર્નવિટા જેવા સોફ્ટવેર ના માધ્યમથી e content ની મદદથી બાળકોને ભણાવવામાં આવે છે જેથી બાળક ના અમૂર્ત ખ્યાલોનું સ્પષ્ટીકરણ સરળતાથી થઈ શકે છે ને બાળક ગમત સાથે જ્ઞાન મેળવી શકે છે multiple choice quiz maker આ જર્મન સોફ્ટવેર ની અંદર શાળાના શિક્ષકો દ્વારા છે તે એક મહિનાના અંતે જરૂરી વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો જાતે જ તૈયાર કરવામાં આવે છે શિક્ષકને જ પ્રશ્નો વધુ અઘરા લાગતા હોય અથવા કઠીન લાગતી હોય અને જેને તૈયાર કરવાની વધારે જરૂર હોય તેવા પ્રશ્નો શિક્ષકો દ્વારા જ આ સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં બાળકો પોતે પોતાની રીતે જ સાચો કે ખોટો જવાબ મેળવી શકે એ રીતે તેમાં તૈયારી કરે છે આ સોફ્ટવેરની એક વિશેષતા એ છે કે એમાં તૈયાર કરવામાં આવેલું સાહિત્ય કે ડેટા કોમ્પ્યુટરમા પણ ચાલે છે અને સાથોસાથ મોબાઈલ દ્વારા પણ ચલાવી શકાય છે તેમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો ના જવાબ આપ્યા બાદ તેના અંતે submit બટન દબાવતા બાળકે કુલ કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા તેમાં કેટલા સાચા અને કેટલા ખોટા છે અને તેને કેટલા ટકા મેળવ્યા તે તમામ રિઝલ્ટ પણ ઓટોમેટીક તેમાં બની જાય છે જે પેજ કોમ્પ્યુટરમાં કાયમી માહિતી તરીકે સાચવવામાં આવે છે અને જેના કારણે બાળકનો આખા વર્ષનો એક ડેટા શિક્ષક પાસે ઉપલબ્ધ સ્વરૂપે રહે છે જેમાં શિક્ષકને કોઈ પણ વિષય ની ટેસ્ટ કેટલી વાર આપેલ છે તેમાં તે મને કેટલા ગુણ મેળવ્યા છે તદુપરાંત આ ડેટા બાળકના વાલી ના એન્ડ્રોઇડ ફોનમાં પણ નાખી દેવામાં આવે છે જેથી કરીને બાળક નવરાશના સમયે ઘરે પણ તેની વધુમાં વધુ પ્રેક્ટિસ કરી શકે ત્યારબાદ પોતે ઘરે જ્યારે તેમાં પ્રેક્ટિસ પૂર્ણ કરે છે અને તેનું પરિણામ બને છે તે પરિણામનું પેજ બાળક વોટ્સઅપના માધ્યમથી શિક્ષક ને મોકલે છે જેથી શિક્ષકને ખબર પડે કે બાળકે ઘરે શું કરેલ છે અને તેમાં તેને કેટલા ગુણાંક મળેલ છે આ સોફ્ટવેરની બીજી અન્ય વિશેષતા એ છે કે તેને ચલાવવા માટે ઇન્ટરનેટના કોઈપણ પ્રકારના કનેક્શનની જરૂર પડતી નથી બચત બેંક નામની પ્રવૃત્તિ ની અંદર શિક્ષકની દેખરેખ નીચે બાળકો દ્વારા જ બેંક ચલાવવામાં આવે છે જેનાથી બાળકમા બચતનો ગુણ વિકસે છે અને બાળક પોતે રોજ-બરોજના જીવનમાં બચતનું મહત્વ સમજે છે. તદુપરાંત શાળામાં રામહાટ ની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.જેનું સમગ્ર સંચાલન બાળકો દ્રારા જ કરવામાં આવે છે અને નાનપણથી જ તેઓ વ્યાપારનાં પાઠ અજાણતા જ શીખે છે.
વિદ્યાર્થીઓના નૈતિક વિકાસ માટે શાળામાં મુકાયું ખોયા પાયા બોકસ
બાળકોને નૈતિક વિકાસ માટે શાળામાં ખોયા પાયા બોક્સ ની બોક્સ ની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેમાં બાળકને પોતાને મળેલ વસ્તુ એ બોક્સમાં નાખી દે છે અને શિક્ષક શ્રી દ્વારા આ વસ્તુ પ્રાર્થના સંમેલનમાં તેના મૂળ માલિકને પાછી આપી દેવામાં આવે છે બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે ધોરણ ૫ થી ૮ ના બાળકોને એક બાળક એક છોડની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેનાથી બાળક પર્યાવરણના રક્ષણ માટે સજાગ બને છે અને ભવિષ્યમાં તે છોડ ના રક્ષણ માટે સજાગ બનશે. શાળા દ્વારા બાળકોના સર્જનાત્મક વિકાસ માટે બાળમેળો લાઈફ સ્કીલ બાળમેળો ઓરીગામી વર્ક રંગપૂરણી ચિત્રકામ વકૃત્વ સ્પર્ધા ક્વિઝ સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબા સ્પર્ધા રાખડી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેનાથી બાળકોની અંદર છુપાયેલી વિવિધ શક્તિઓને બહાર લાવવાનું કાર્ય થઈ શકશે.