- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કોર્પોરેશન અને “વેઇટ લિફ્ટીંગ એસોસિએશન ઓફ રાજકોટ” દ્વારા “ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ” ભવ્ય સ્પર્ધા યોજાઈ
- રાજકોટ મહાનગરપાલિકા અને “વેઇટ લિફટીંગ એસોસિએશન ઓફ રાજકોટ” સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની “ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ” સ્પર્ધા યોજાઇ હતી.
આ તકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે બોડી બિલ્ડીંગ સ્પર્ધાનો હેતુ મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધા કરવા, યુવાનોમાં સ્વસ્થ જીવન અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરો માટે આ એક આકર્ષક તક અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, રમત-ગમતને ખાસ પ્રોત્સાહન આપી શરીરની તંદુરસ્તી જાળવવા ભાર મુકેલ છે. સમગ્ર વિશ્ર્વમાં યોગનું મહત્વ પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાનએ સમજાવેલ છે. બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે 6 થી 8 માસ સુધી સતત વ્યાયામ કરતા રહેવું પડે છે. જે ખુબ જ અઘરું છે.
“ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ” સ્પર્ધા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર નિરજ વ્યાસ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર નિરજ રાજ્યગુરૂ, સંસ્થાના પ્રતિનિધિ ભીમભાઈ કેશવાલા, અસપાક, બહોળી સંખ્યામાં બોડી બિલ્ડીંગ સ્પર્ધાના સ્પર્ધકો અને નગરજનો ઉપસ્થિત રહેલ.
આ “ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધા” હેતુ મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધા કરવા, યુવાનોમાં સ્વસ્થ જીવન અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરો માટે આ એક આકર્ષક તક અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
પુષ્પ અને ખાદીના રૂમાલ વડે મહાનુભાવોનું સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સંસ્થાના પ્રતિનિધિ ભીમભાઈ કેશવાલા અને અસપાક દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.