યોગથી રાજકોટનાં લોકો સ્વસ્થ રહેશે: પી.પી.વ્યાસ
રાજકોટના લોકો ફીટનેસ કાર્નીવલની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. તે ઇવેન્ટને સંકલ્પ ખુશ્બુ અરોરાએ કર્યો હતો. જેમાં રાજકોટની જનતાને સારી તંદુરસ્તી મળી રહે તે હેતુથી આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું નામ ફિટનેસ કાર્નીવલ રાખવામાં આવ્યું આ આયોજનમાં યોગ કોચ ઇન્સ્ટ્રકટર ચિંતન ત્રિવેદીએ સંકલ્પ કર્યો છે કે, આ આયોજન એક વર્ષ માટે શરુ રાખવામાં આવશે. અને આનાથી રાજકોટની જનતાને બીમારી મુકત રાખી શકાશે. તે માટે થઇ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ આયોજન એક વર્ષીય શરુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો આ આયોજનનો લાભ રાજકોટના લોકો વધુમાં વધુ આવે અને તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે હીતથી આ આયોજનની શરૂઆત કરવામાં આવી છે.
યોગ દ્વારા રાજકોટની જનતાને કોરોના જેવી અનેક બિમારીથી મુકત રાખી શકાશે ‘યોગ ભગાવે રોગ’ આ સુત્રનો સૌએ સંકલ્પ કરવો આજના યુગમા અતિ જરૂરી
અબતક, રાજકોટ
પ્લેકસેસ કાર્ડિયાક કેર ખાતે ફીટનેસ કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફીઇટનેશ કોચ દ્વારા તમામ લોકોને ગીત પર કસરત કરાવવામાં આવે છે. અને અનેક લોકો આ આયોજનનો લાભ માણે છે જેમાં સવારે રેસકોર્ષ આર્ટ ગેલેરી પાસે અનેક લોકો આ કસરતની મજા માણે છે. જેમાં કર્નર પી.પી. વ્યાસ દ્વારા સંકલ્પ કરવામાં આવેલો કે ચિંતન ત્રિવેદી દ્વારા લોકોને યોગનાં માઘ્યમથી 365 દિવસ યોગનો લાભ મળી રહે અને આ થકી લોકો સ્વસ્થ રહી.
યોગ એટલે લોકોને જોડવા લોકોને એક કરવા સ્વાસ્થ્યની બાબતમાં યોગનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. યોગથી તમામ પ્રકારની બીમારીથી મુકત થઇ શકાય છે. યોગએ જીવનનો આધાર છે યોગના માઘ્યમથી તમામ પ્રકારની માનસિક, શારીરિક, સમસ્યાઓથી, મુકત થઇ શકીએ છીએ. અને આ માઘ્યમથી તન, મન અને આત્માનો સમન્વય કહી સ્વસ્થ્ય બની શકીએ છીએ. અત્યારની કોવિડની પરિસ્થિતિમાં યોગના માઘ્યમથી કોવીડ જેવી બીમારીથી બચી શકાય છે. તે માટે થઇ યોગના માઘ્યમથી આ એકટીવીટી નિયમીત પણે ચાલ્યા રાખે તેવી સંકલ્પ કરવામાં આવ્યો છે.