મોટે ભાગે કોઈને મળ્યા બાદ લોકોના મનમાં આવા જ વિચાર આવે છે, પરંતુ એવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે, જેઓ પોતાની બોડી લેન્ગવેજ બાબતે એવું વિચારે છે. મોંથી બોલનારી ભાષા ઉપરાંત અંગોની ભાષા લોકો પર કેવી અસર છોડે છે, કંઈક બતાવવા માટે વારંવાર હાથને ઘૂમાવવા કે આંખોને આડી-અવળી નચાવવી એ સામેવાળી વ્યક્તિ પર કેવી છાપ છોડે છે, એની ફિકર કરનારા ઓછા છે, પરંતુ ઓફિસની પાર્ટી હોય કે સોશિયલ ગેટ-ટુ-ગેધર, બોડી લેન્ગવેજને વ્યક્તિત્વના એક ભાગ તરીકે રજૂ કરી રહ્યાં છીએ, એટલા માટે જો ખુદને સકારાત્મક વિચારોમાં માનતા હોવ તો બોડી લેંગ્વેજમાં પરિવર્તન જરૂરી છે.
પગ પર પગ ચડાવીને અને હાથને હાથ પર રાખીને બેસવું કોમન છે, પરંતુ બુદ્ધિજીવીઓના સમૂહમાં ક્રોસ લેગ બેસવાની રીતને ફુવડતાની નિશાની તરીકે જોવાય છે. આ પ્રકારના પોૃરથી એવું લાગે છે કે, સામેવાળાની નજીક ન હોવા છતાં પણ નિકટતા દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેની દરેક વાત સાથે સહમતિ જળવાઈ રહી છે કે પછી પોતાને સામેવાળાની પરિસ્થિતિથી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એનાથી લોકોની વચ્ચે તમારી છબી લાચાર કે પછી આશ્રિતની બની જાય છે. એની નકારાત્મક અસર પડે છે.
કેટલાંક લોકો બંને હાથ અલગ અલગ રાખવામાં સહજતા મહેસૂસ કરતા નથી. એવી સ્થિતિમાં ખાસ કરીને તમારા બંને હાથને પરસ્પર બાંધી દે છે કે પછી હાથોને એકબીજા પર ચડાવી દે છે. એનાથી બચવા માટે તમારા એક હાથને જિન્સ કે ટ્રાઉઝરના પોકેટમાં નાખી દો, પરંતુ બીજા હાથને બીજા પોકેટથી દૂર જ રાખો. બંને પોકેટમાં બંને હાથ નાખવાથી નર્વસ લાગશો. એમ તો જો બંને હાથને કોઈ સહારા વગર કે ખુલ્લા રાખવાની આદત પાડો, તો એનાથી બહેતર બીજું કશું નથી.
તમે આત્મવિશ્વાસથી ભરેલા નજરે ચડશો. એ ઉપરાંત આપને વસ્તુસ્થિતિ ઘણી સ્પષ્ટ નજરે આવશે. હાથને એકબીજા પર ચડાવવાથી બચવા માટે એક હાથમાં કોઈ પેન કે ડાયરી કે સ્થિતિ અનુસાર અનુકૂળ ચીજ કે વસ્તુ પકડી શકો છો. ઊભા થયા પછી નહીં, પણ બેસો ત્યારે પણ હાથને બાંધીને ન રાખો. તમે ઈચ્છો તો હાથને ખોળામાં રાખી શકો છો. આ રીતને પ્રથમ એક અઠવાડિયા સુધી અજમાવો. ધીમેધીમે મહિનાના ચારેય અઠવાડિયા આ જ રીતે બેસવા-ઊભા થવાની આદત પાડો. થોડા સમય પછી આપની બોડી લેન્ગવેજમાં લોકોને સવિશેષ ફરક નજરે પડશે, જેઔઆપના માટે ફાયદાકારક પણ બની જઈ શકે છે.
આંખો મેળવીને વાત ન કરનારને નર્વસ થવાની નિશાની મનાય છે. આને પર્સનાલિટીની કમી તરીકે લેવાય છે. એટલા માટે આ પ્રકારની બોડી લેંગ્વેજને બદલવી બેહદ જરૂરી છે, ખાસ કરીને પ્રોફેશનલ લોકો માટે.
આંખોમાં આંખો પરોવીને વાત કરવાને ખાસ કરીને અયોગ્ય રીત મનાય છે. કેટલાક લોકો આંખોની આ ભાષાને પડકાર આપવો એમ સમજે છે. જ્યારે એનાથી વિપરીત આંખોમાં આંખ પરોવીને વાત કરવાથી વ્યક્તિ આત્મવિશ્વાસુ લાગે છે, જોકે, આંખોમાં સહજતાનો ભાવ હોવો જોઈએ, ખરાબ ભાવ ન હોવો જોઈએ.
આંખોમાં આંખો પરોવીને વાત કરવાની શરૂઆત કંઈક આ પ્રકારે કરવી બહેતર રહેશે. વાત કરવા દરમિયાન સામેવાળાની આંખોની વચ્ચે જુઓ. એનાથી આપનું મનોબળ વધશે. એટલું જ નહીં, એનાથી તમે એ વ્યક્તિ સાથે અધિક જોડાયેલા નજરે આવશો. થોડા સમય પછી તો તમે એકદમ યોગ્ય સ્થાને જોવા લાગશો કે આંખોમાં આંખો પરોવીને વ્યવસ્થિત રીતે જોવાનું શરૂ કરી દેશો.