ગરમીમાં નારિયેળ પાણી, ઠંડુ દુધ અને મધ, ચંદન, શાકભાજી-ફળો સહિતના પદાર્થોનો યોગ્ય આહાર શરીરનું તાપમાન ઘટાડવા ફાયદાકારક

ઉનાળાની શ‚આતમાં જ સૂર્યનારાયણ કોપાયમાન જણાઈ રહ્યા છે. તાપમાન ૪૦ ડિગ્રીથી વધી જાય છે. ત્યારે શરીરનું તાપમાન ૩૬.૫ થી ૩૭.૫ વચ્ચે રાખવું જ‚રી છે. ધોમ ગરમીમાં શરીરનું તાપમાન ઘટાડવું હિતાવહ છે. શરીરનું તાપમાન વધી જાય તો આંખમાં બળતરા, પાચનક્રિયામાં મુશ્કેલી, એસીડીટી, ગેસ અને હૃદયના ધબકારા વધી જવા સહિતની તકલીફો ઉભી થાય છે. ઉપરાંત શરીરમાં પાણીનું સ્તર પણ ઘટી જાય છે. જેના ગંભીર પરિણામો આવી શકે છે. માટે શરીરને ઉંચા તાપમાનથી બચાવા આટલા ઉપચાર કરી શકાય.

.ઠંડુ પાણી છાંટો

શરીરને ઠંડુ રાખવા માટે પાણીનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે. શરીરનું તાપમાન વધી ગયુ હોય ત્યારે કોઈ ઉંડા વાસણમાં પાણી ભરી તેમાં પગ પલાળી રાખવાથી તાપમાન ઘટી જાય છે.

. નારિયેળ પાણી પીવો

શરીરનું તાપમાન વધી ગયું હોય ત્યારે નારિયેળ પાણી પીવાથી તાત્કાલિક રાહત થાય છે. નારિયેળ પાણી ગરમીમાં બે રીતે ઉપયોગી છે. એક તો નારિયેળ પાણી પ્રવાહી સ્વ‚પ છે જે ડિહાઈડ્રેશન ઘટાડે છે. બીજુ નારિયેળ પાણીમાં અનેક મીનરલ્સ હોવાથી તે શરીરને ઠંડુ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

.પીપરમીન્ટ અને મીન્ટ (પુદીનો)

મીન્ટ એટલે કે પુદીનાના ઉપયોગથી પણ શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે પાણી કે કોઈ અન્ય પીણામાં પુદીનો ઉમેરી પીવાથી તાપમાન કંટ્રોલમાં આવે છે.

. ફળો અને શાકભાજી

શરીરનું તાપમાન ઝડપથી કંટ્રોલમાં લાવવા માટે કાકડી, તરબુચ, દ્રાક્ષ અને કેળા સહિતના ફળો અને શાકભાજીનું સેવન લાભદાયી છે. આવા પદાર્થોમાં પાણીનું પ્રમાણ વધુ છે. તરબુચ પણ શરીરનું તાપમાન જાળવી રાખવા ફાયદાકારક છે.

. દુધમાં મધ નાખીને પીવો

ઠંડા દુધમાં એક ચમચી મધ ઉમેરીને પીવાથી શરીરને ખુબ જ ઠંડક મળે છે.

.ચંદન

શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ચંદન પણ ગુણકારી છે. ચંદન ઘણા સ્વ‚પમાં મળી રહે છે. શરીર ઉપર ચંદન લગાવવાથી શરીરને તુરંત રાહત થાય છે તત્કાલીક શરીરને ઠંડક આપવા ચંદન સૌથી ઝડપી અસર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.