રાજકોટમાં પોલીસ સ્ટાફને તાલીમ ભવન ખાતે નિષ્ણાંતોએ આપી પ્રેક્ટિસ: રાજકોટ પોલીસને 300 કેમેરાની ફાળવણી: હજુ વધુ કેમેરા ફાળવવામાં આવશે
પોલીસની કામગીરી પારદર્શક બનાવવા અને ગુનાઓની પ્રવૃત્તિ સહિતની કામગીરી પર બાજ નજર રાખવા માટે આજ રોજ રાજકોટ પોલીસને બોડી કેમેરા ફાળવવામાં આવ્યા હતા. આ તકે નિષ્ણાતો દ્વારા શહેરી પોલીસ કર્મીઓને તાલીમ ભવન ખાતે પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
ગુજરાતભરમાં પોલીસની કામગીરી પારદર્શક બનાવવા અને ગુનાઓની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે પોલીસ કર્મચારીઓને બોડી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું સીધુ કનેક્શન પોલીસ ક્ધટ્રોલ રૂમમાં રહેશે. જેના દ્વારા હવે પોલીસની કામગીરી પણ પારદર્શક રહેશે. જો પોલીસ લાંચ લેવાની કોશિષ કરશે તો તુરંત ઉચ્ચ અધિકારીઓ કેમેરા દ્વારા સતર્કતા મળી જશે. તો બીજી તરફ વાહન ચાલકો અને પોલીસ સાથે ગેરવર્તન કરતા લોકોની પણ ખેર નહિ રહે.
રાજ્યભરમાં હાલ 10,000 જેટલા બોડી કેમેરા કાર્યરત કરવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટમાં કુલ 300 કેમેરક કવ્યા હતા. જેનું હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ ભવનમાં કેમેરાની કાર્ય પદ્ધતિ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી.