બોધગયા સિરિયલ બ્લાસ્ટ મામલે ચાર વર્ષ 10 મહિના 12 દિવસ પછી શુક્રવારે એનઆઇએ કોર્ટે તમામ 5 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 31મે ના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ધમાકામાં એક તિબેટિયન બૌદ્ધ ભિક્ષુ અને મ્યાનમારના તીર્થ યાત્રીઓ ઘાયલ થઇ ગયા હતા. પટના સિવિલ કોર્ટમાં 2013માં ગઠિત એનઆઇ કોર્ટનો આ પહેલો ફેંસલો હશે. બોધગયા બ્લાસ્ટમાં એનઆઇએએ 90 સાક્ષીઓ રજૂ કર્યા.
કોર્ટે 11મે, 2018ના રોજ બંને પક્ષો તરફથી દલીલો પૂરી થયા પછી પોતાનો ફેંસલો 25મે સુધી સુરક્ષિત રાખ્યો હતો. આ સિરિયલ બ્લાસ્ટનો મુખિયા હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી હતો. આરોપીઓમાં ઇમ્તિયાઝ અન્સારી, ઉમર સિદ્દીકી, અઝહરૂદ્દીન કુરૈશી અને મુજીબુલ્લાહ અન્સારી છે. આ તમામ લોકો બેઉર જેલમાં બંધ છે.શુક્રવારે આ મામલે થનારા ફેંસલાને લઇને બેઉર જેલની સુરક્ષા જડબેસલાખ કરવામાં આવી છે. એનઆઇએએ મામલાની તપાસ કર્યા બાદ આ તમામ આરોપીઓ પર 3 જૂન, 2014ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com