વરસાદના કારણે તળાવમાં નવા નીર આવ્યા: બોટની સંખ્યા બે ગણી કરાઈ
ઈશ્વરીયા પાર્કમાં છેલ્લા ઘણા સમયથી બોટીંગ બંધ થઈ ગયું હતુ જયારે ગત દિવસોમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસ્યા છે. તેથી તળાવ પાણીથી ભરાઈ ગયું છે. અને ફરીથી બોટીંગ શરૂ થઈ ગયું છે. જેને લઈ હવે રાજકોટ વાસીઓ ફરી બોટીંગની મોજ માણશે ખાસ તો ઈશ્વરીયા પાર્ક એ લોકો માટે શાંતી ઉપરાંત આનંદ મેળવાની પણ ખાસ જગ્યા બની ગઈ છે.
ખાસતો ઈશ્વરીયા પાર્કમાં બોટીંગ વિભાગ સંભાળતા જગાભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમા જણાવ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષથી બોટીંગનું કામ સંભાળે છે. ઉપરાંત ઈશ્ર્વરીયા પાર્ક શ થયો ત્યારે બોટની સંખ્યા ૧૦ થી ૧૨ હતી જે હાલ બમણી થઈ ગઈ છે. વરસાદ નહોતો થયો ત્યારે તળાવમાં પાણી ન હોવાથી માછલાની જીંદગી પણ જોખમમાં હતી પરંતુ મેઘરાજા મન મૂકીને વરસ્યા તેથી હાલ તળાવ પાણીથી ભરપૂર છે. જયારથી ઉદઘાટન થયું ત્યારથી જ ૧૫ થી ૨૦ લોકોએ બોટીંગની મજા માણી હતી ખાસતો બોટીંગની ટીકીટ લોકો માટે રૂ.૩૦ રાખેલ છે. રેગ્યુલર દિવસ વિશે વાત કરતા જણાવ્યું કે રજાના દિવસમાં ૨૦૦થી ૨૫૦ જેટલા લોકો બોટીંગની મજા માણે છે.
પ્રાંત અધિકારી એ.ટી.પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ ઈશ્વરીયા પાર્ક ખાતે છેલ્લા બે દિવસથી બોટીંગ શરૂ થઈ ગયું છે. ઉનાળામાં તળાવમાં પાણી ન હોવાને કારણે બોટીંગ બંધ કરેલ હતુ જે મેઘવર્ષા બાદ ફરી શ કરી દેવામાં આવ્યું છે. રાજકોટને અપીલ કરતા જણાવ્યું કે સુંદર વાતાવરણમાં હરિયાળીની અંદર તેઓ બોટીંગની મજા માણે ઉપરાંત સ્વચ્છતા અંગે વાત કરતા જણાવ્યું છે.તળાવમાં સ્વચ્છતા બની રહે તે માટે પૂરા પ્રયત્નો ડસ્ટબીન રાખીને અને બોર્ડ મારીને કરવામાં આવ્યા છે. હાલ રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પ્લાસ્ટીક બેન્ડ મૂકવામાં આવ્યો છે. છતા ઘણા લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા હોય છે. તો તેવા લોકોને અપીલ કરી કે કોઈ જાહેર સ્થળોમાં પ્લાસ્ટીક ન ફેંકે અને સ્વચ્છતા જાળવે કે જેથી બીજા લોકો ત્યાં જાય એટલે સાચી કુદરતી મજા મણી શકે.
તથી કોઈપણ વ્યકિતએ વધુ પડતો પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો હોઈએ ખાસ કરીને તળાવમાં પ્લાસ્ટીક ન ફેંકવા નિવેદન કર્યું કારણ કે તળાવમાં ધણી બધી માછલીઓ છે. તો તેને પણ પ્લાસ્ટીકનાં કારણે નુકશાન પહોચી શકે છે.
ઉપરાંત તળાવમાં પાણી ઠલવવા અંગે જે બાબત સામે આવી હતી તેને લઈ જણાવ્યું કે આ વખતે તળાવમાં પાણી ઠલવવું પડયું નથી પરંતુ મે પાણી ઠલવામાં ન જરૂર પડે તો પણ પાણીને વૈજ્ઞાનીક પધ્ધતીથી દાખલ કરવું પડે છે. કારણ કે માછલાઓ નવુ પાણી સ્વીકારી જીવી શકતા નથી તેથી પાણી તુરંત જ બદલાવવામાં આવતુ નથી.