ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમે ૨૬ પ્રવાસીઓને બચાવ્યા
રવિવારે આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં એક હોડી પલટી જતા મૃતકોની સંખ્યા ૪૬ને પાર જવાની ભિતી સેવાઈ રહી છે. મોનસૂન ટ્રિપ પર નિકળેલા ૭૨ લોકોને અંદાજો પણ નહીં હોય કે તેમનો આ આનંદ એક મોટા દુખમાં પરિવર્તિત ઈ જવાનો છે. ૭૨ લોકોને લઈને જ્યારે હોડી ગોદાવરીની વચ્ચોવચ્ચ પહોંચી ત્યારે નદીની ભારે પ્રવાહમાં તણાવા લાગી હતી અને અચાનક જ હોડી પલટી ખાઈ ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૨ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પરંતુ મૃત્યુઆંક ૪૬ને પાર કરે તેવો ડર તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમ કે ડૂબેલા પૈકી હજુ મોટાભાગના લોકો ગૂમ છે. આ દુર્ઘટનાને ૧૯૬૪ બાદ સૌી મોટી દુર્ઘટના કહેવામાં આવી રહી છે. જે દુર્ઘટનામાં ૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના પૂર્વ ગોદાવરી જિલ્લાના કછુલૂરમાં બની હતી. આ ઘટના સમયે નદીમાં પૂરની સ્થિિત હતી. રોયલ વશિષ્ઠ નામની હોડી પર ૭૨ લોકો સવાર ઈ નદીના પૂરનો આનંદ ઉઠાવવા ગાય હતા. જેમાં હોડીને ચલાવનારા ૯ વ્યક્તિઓ પણ સામેલ હતી. આ હોડી એક પ્રાઇવેટ માલિકની હતી જે પાપીકોંડલા જઈ રહી હતી. ડૂબેલા વ્યક્તિઓ પૈકી ૨૬ લોકોને આસપાસના ગામવાળાએ માંડ બચાવ્યા હતા. જ્યારે ૧૨ લોકોના મૃતદેહ મળ્યા છે. તો ૩૪ જેટલા લોકો હજુ પણ ગૂમ છે. જેી અમંગળની આશંકા ઘેરાઈ રહી છે.
આ દુર્ઘટનામાં હોડીમાં સવાર લોકોની બેજવાબદારી સામે આવી છે. મળી આવેલા મૃતદેહો પૈકી કોઈએ લાઇફ સપોર્ટ જેકેટ પહેર્યું નહોતું. જ્યારે જે લોકો બચ્યા તેમણે સેફ્ટી જેકેટ પહેર્યા હતા. તેમણે ક્હયું અન્ય લોકોએ જેકેટ ઉતારી દીધું હતું. દુર્ઘટનામાં બચી જવા પામેલ એક વ્યક્તિ સુરેશે કહ્યું જેવું હોડીની નીચેના ભાગમાં પાણી ભરાવા લાગ્યું કે ચાલકોએ તેમને લાઇફ જેકેટ આપવાનું શરું કર્યું જેમની પાસે લાઇફ જેકેટ હતા તેઓ કિનાર નજીક પહોંચી શક્યા હતા અને ગામવાળાએ તેમને બચાવી લીધા હતા. હાલ ૧૦૦ી પણ વધારે પોલીસ અને ગઉછઋ-જઉછઋના જવાનો આ લોકોની શોધમાં લાગ્યા છે. રાજ્યના પ્રવાસન મંત્રી અવંતી શ્રીનિવાસ રાવે આ દુર્ઘટનામાં દુ:ખ વ્યક્ત કરતા કહ્યું આ હોડી પાસે કોઈ લાઇસન્સ નહોતું. પાણીના આવા ભારે પ્રવાહમાં ક્યારેય ટુરિસ્ટ ટ્રિપ માટે મંજૂરી આપવામાં આવતી ની. તેટલું જ નહીં હોડી ચલાવતા લોકોએ બેરેજ પર મારવામાં આવેલા ચેતવણી સંદેશાને પણ અવગણ્યો હતો. આ અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. દુર્ઘટના પર પીએમ મોદી અને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. આંધ્રપ્રદેશના રેડ્ડીએ મૃતકોને ૧૦ લાખ રુપિયાની જાહેરાત કરી તો તેલંગણાના ચંદ્રશેખર રાવે મૃતકોના પરિવારને ૫-૫ લાખના વળતરની જાહેરાત કરી છે.