અંદાજે 30 બાળકો બોટ ઉપર સવાર હતા, બચાવ કાર્ય હાથ ધરી 20 બાળકોને બચાવી લેવાયા
બિહાર રાજ્યના મુજફ્ફરપુરમાં બાગમતી નદીમાં સ્કુલના બાળકોને લઈને જતી એક બોટ પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. બોટમાં 30થી વધુ બાળકો હતા. અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 10 હજુ પણ લાપતા છે.આ ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તેમજ બાગમતી નદીમાં રેસ્ક્યું ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. આ સિવાય ગાયઘાટ અને બેનીબાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટનું સંતુલન બગડી જતા બોટ નદીમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટના મધુરપટ્ટી ઘાટ પાસે બની હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બોટમાં કેપેસિટી કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. સ્થાનિક મરજીવા દ્વારા લાપતા બાળકોની શોઘખોળ કરવામાં આવી રહી છે. બોટ પલટી જવાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગઆ. અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક ગોતાખોરો બાળકોને શોધવામાં લાગી ગયા છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિકો પણ બાળકોને બચાવવા માટે લાગ્યા હતા. ઘણા બાળકોને બચાવી લેવાયા હતા . પરંતુ 10 બાળકો હજુ પણ ગૂમ છે. એવું કહેવાય છે કે બાળકોને બચાવવા માટે ગયેલો એક સ્થાનિક યુવક પણ ગૂમ છે.