પ્રેમમાં વચન તો આપ્યું પણ નિભાવ્યું કેટલાએ…..????

બદલતા સમયની સાથે પ્રેમની પરિભાષામાં પણ બદલાવ આવ્યા છે. જ્યાં પહેલા પ્રેમની વસંતથી લઈને પાનખર દરેક બાબત એક જ વ્યક્તિના સાથ સાથે હતી. જીવનભરણો સાથ એટ્લે જ સાચો પ્રેમ હતો. પરંતુ ધીમે ધીમે એવો સમય આવ્યો જ્યારે પ્રેમ માત્ર પળવારનો થઇ ગયો. વેલેન્ટાઇન ડે એટ્લે પ્રેમ આપવાનો અને પ્રેમ પામવાનો દિવસ અને તેનું પહેલું અઠવાડિયું એટ્લે વિવિધ દિવસોની ઉજવણી દ્વારા પ્રેમીને રિઝવાવના દિવસો. એમનો એક દિવસ એટલે પ્રોમિસ ડે. પ્રોમિસ કહો, વચન કહો કે પછી પ્રેમમાં બોલેલા શબ્દો જેના દ્વારા પ્રેમીઓ પોતાના ખરા પ્રેમની અનુભૂતિ કરાવતા હોય છે. પરંતુ હેવના સમયમાં આ પ્રકારના વચનોનું મૂલ્ય કેટલું રહ્યું છે એ તો પ્રેમ કરવા વાળા જ જાણે છે.happy promise day 6

અનેક એવા કિસ્સાઓ રોજ સામે આવે છે જેમાં એક પ્રેમી બીજા પ્રેમીએ આપેલા વચનો નિભાવતો ના હોય અને દગો કરી ગયો હોય તેવા સમયે અતિ ભાવુકતાને કારણે એ વ્યક્તિ ડગને સહી નથી શકતો અને પોતાનું જીવન ટુકવવામાં પણ વિચાર નથી કરતો હોતા. આ ઉપરાંત એવા પણ લોકો હોય છે જેના માટે પ્રેમ એટ્લે માત્ર ટાઈમ પાસ અને કપડાં બદલતા હોય તેમ સાથી બદલતા ફરતા હોય છે. તેવા સમયે તેની સાથે રહેવા વાળી વ્યક્તિઓનું પણ કઈક એવું જ માનવું હોય છે છે કે એક જ વ્યક્તિ સાથે થોધુ આખું જીવન પસાર થયી શકે . તેવા વ્યક્તિઓ માટે પ્રેમમાં વચનોનું કઈ જ મૂલ્ય નથી હોતું.Teaser 25 784x441 1

પરંતુ જે ખરા અર્થમાં અને દિલથી કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે તે વ્યક્તિઓ માટે પ્રેમમાં આપેલા વચનો ખૂબ મહત્વના હોય છે અને એ વચનો માટે આખું જીવન ન્યોછાવર કરવામાં પણ ખચકાતાં નથી .

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.