કોચિંગ ક્લાસ ઓનર્સ ના નિર્ણયને બિરદાવતા રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા

શિક્ષણમાં સતત વિવિધ પ્રશ્નો અને સાથે મળી ઉકેલી વિદ્યાર્થીઓનું કરાશે ઉથાન

શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ હમેશા મુખ્ય કેન્દ્રમાં હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ના અભ્યાસ થી લઇ તેની પરીક્ષા  માં તેઓ ઉભરીને આવે તે માટે હંમેશા વાલીઓ તેમજ તેની સાથે તેના સ્કૂલ ટીચર્સ અને કોચિંગ ક્લાસીસ ના શિક્ષકોનો તેની પાછળ મહેનત કરવા માટે ખડેપગે રહે છે. ત્યારે વિદ્યાર્થીઓના ઉથાન માટે સૌરાષ્ટ્ર કોચિંગ ક્લાસ એકેડેમી દ્વારા દર્શન યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કોચિંગ કલાસ ઓનર્સ નું સંમેલન યોજવામાં આવ્યું હતું.

આ સંમેલનનો મુખ્ય હેતુ આવતા દિવસોમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના હાઉ માંથી દૂર કરી અને તેમને વધુ સ્ટ્રોંગ બનાવી અને પ્રિપેરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નું હતું . આ  કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 9 જિલ્લા માંથી સ્કૂલ 13 બેઠકો પરથી 250 જેટલા કોચિંગ ક્લાસ ના ઓનર્સ હજાર રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા તેમજ રાજકોટ મેયર ડો.પ્રદીપ દવ અને ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર કોચિંગ ક્લાસ એકેડેમી ના કાર્યક્રમમાં કોચિંગ ક્લાસના ઓનર્સ દ્વારા આવતા દિવસો માટે ત્રણ કમિટમેન્ટ કરવામાં આવ્યા છે.જેમાં સૌરાષ્ટ્ર ના કોચિંગ ક્લાસ દ્વારા 9000 બોટલ રક્ત એકઠી કરી અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું રહેશે. તેમજ કોરોના કાળમાં જે બાળકો એ તેના બંને વાલી ગુમાવ્યા હશે તેને ફ્રી શિક્ષણ આપવામાં આવશે તેમજ આવતા દિવસોમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ને લઇ વિદ્યાર્થીઓને એન્જોય એક્ઝામ કાર્યક્રમ થકી પરીક્ષાનો હાઉ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે.

સ્કિલ ડેવલોપમેન્ટ અને તાલીમ માં અપડેટ કરશે કૌશલ્યા ધ સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટી : (બ્રિજેશ મેરજા , રાજ્ય મંત્રી)

સૌરાષ્ટ્ર કોચિંગ ક્લાસીસ દ્વારા જ્યારે સેમિનારનું આયોજન થયું છે ત્યારે સરકારના પ્રતિનિધી તરીકે મને ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું એ બદલ હું એસોસિએશનનો ખુબ આભારી છું મને ગૌરવ અને ખુશી એ વાત નહીં થાય અને માનવતાવાદી ના ત્રણ કમિટમેન્ટ આપ્યા છે જેમાં બ્લડ ડોનેશન કેમ જે બાળકોએ કોરોના કારમાં તેમના બંને વાલી ગુમાવ્યા છે તેમને ફ્રી શિક્ષણ આપવાનું કમિટમેન્ટ હું ખૂબ ધન્યવાદ આપું છું સફીતવફહુફ ધ સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટી એ ભારતના અને ગુજરાતના યુવાનો માં તેની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તેમની તાલીમ અપડેટ થાય એ દિશામાં આ યુનિવર્સિટી કાર્યરત રહેશે અમદાવાદ ખાતે આનો હેડ કોટર રહેશે આવતા દિવસોમાં ગુજરાતના યુવાનો પોતાની સ્કિનને આગળ ધપાવશે એ દિશામાં યુનિવર્સિટી દિપક રૂપ બનશે

બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાના હાઉ માંથી દૂર કરી વધુ સ્ટ્રોંગ બનાવશુ : રવિન્દ્ર ત્રિવેદી (સૌરાષ્ટ્ર એકેડેમી બોર્ડ મેમ્બર)

સૌરાષ્ટ્ર એકેડેમી એસોસિએશન બે વર્ષથી કાર્યરત છે પરંતુ પ્રથમ વખત આજે સૌરાષ્ટ્ર કોચિંગ ક્લાસના ઓનર્સ લગભગ નવ જિલ્લાઓ ફુલ 13 સ્થાનો પરથી 250 થી પણ વધારે કોચિંગ ક્લાસીસ ના ઓનર્સ સૌરાષ્ટ્ર એકેડેમી એસોસીએશનના આ કાર્યક્રમ જોડાયા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના વિવિધ કોચિંગ ક્લાસીસ એકબીજા સાથે જોડાઈ અને શિક્ષણમાં જોવા મળતા વિવિધ પ્રશ્નો ને એકસાથે ઉકેલાય અને સાથે કોચિંગ ક્લાસ છે એ શિક્ષણના પૂરક બની અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તે જોવાનું છે.

કોરોના મહામારી ના કારણે થોડોક સમય જે બાળકોનું એજ્યુકેશન બંધ રહ્યું હતું જે હાલ ફરી કાર્યરત થયું છે. પરંતુ બાળકોને મેન્ટલી, ફિઝીકલી અને એજ્યુકેશનમાં કઈ રીતે એડજસ્ટ કરવું ખાસ કરીને બોર્ડના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વધુ તૈયારીઓ કરવાં મળે તે માટે સ્કૂલના સાથે પૂરક બની  એજ્યુકેશન બાળકોને આપી બાળકોને સ્ટ્રોંગ બનાવવા અને પરીક્ષાનો હાઉ દૂર થાય એની માટે આવતા દિવસોમાં કાર્ય કરવાના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.