રાજ્યમાં ધો.1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રોમશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે ધો.10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવાયું છે. જેથી શુન્ય માર્કસ મેળવનાર વિદ્યાર્થીને પણ આનો લાભ મળશે. ધો.10માં વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાનો રાજ્ય સરકારનો સ્પષ્ટ આદેશ છે. જેને લઈ બોર્ડે પ્રથમવાર ઈતિહાસ રચ્યો છે અને ધો.10માં 100 ટકા ગ્રેસીંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓએ સ્કૂલની આંતરીક પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીને પણ બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે 198 જેટલા ગ્રેસીંગ માર્કસ આપવા પડશે. ગ્રેસ માર્કસ એ એવી સીસ્ટમ છે કે, કોઈ વિદ્યાર્થી થોડા માર્કસના અભાવે જે તે પેપર કે પુરી પરીક્ષામાં પાસીંગ માર્કસ મેળવી શકતો ન હોય તેને બોર્ડ ખાસ રીતે ગ્રેસ માર્કસ આપે છે જેની મર્યાદા 24 માર્કસની છે મતલબ કે 24થી વધુનું ગ્રેસીંગ થઈ શકતું નથી પણ માસ પ્રમોશનમાં જ્યારે કોઈને નાપાસ કરવાના જ નથી તો ગ્રેસીંગની આ પ્રક્રિયાનો પ્રશ્ર્ન જ નથી આવતો.
ધો.10ના પરિણામમાં ધો.9 અને ધો.10 થી આંતરિક પરીક્ષાના આધારે જે માર્કસ મેળવ્યા છ ે તેને આધારે આપવાના છે પણ હજારો વિદ્યાર્થીઓ એવા છે કે જેની સ્કૂલની એક પણ પરીક્ષા આપી નથી ત્યારે આવા વિદ્યાર્થીઓને પાસ થવા દરેક વિષયમાં ફરજિયાત 33 માર્કસ આપવા જ પડશે એટલે 6 વિષયની પરીક્ષામાં કુલ 198 માર્કસનું ગ્રેસીંગ આપવું જ પડશે.
આ ગ્રેસ માર્કસના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવશે જેમાં 90 ટકા ગુણ મેળવનારને એ-વન ગ્રેડ, 80 ટકાથી વધુ અને 90 ટકાથી ઓછા ગુણ મેળવનારને એ-ગ્રેડ અને 70 થી વધુ અને 80થી ઓછા ગુણ મેળવનારને બી-ગ્રેડ જ્યારે 40 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાશે. માસ પ્રોશનના કારણે વિદ્યાર્થી પાસ તો થઈ જશે અને જ્યાં વિદ્યાર્થીને માસ પ્રમોશનમાં ગ્રેસીંગ અપાયા હશે ત્યાં ફૂદડીની નિશાની કરવામાં આવશે. ધો.9ના પરીક્ષામાં 40 માર્કસ, ધો.10ની શાળાની પરીક્ષા મુજબ 20 માર્કસ સ્કૂલમાં તેના પરર્ફોમન્સ મુજબના હશે. આ નિર્ણય ધો.10ના ચાલુ વર્ષના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે. રીપીટર વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે.
રાજકોટમાં 50 ટકા જેટલાં સુપર સ્પ્રેડરોએ કોરોનાની વેકસીન લીધી જ નથી…!!!
માસ પ્રમોશન માર્કશીટમાં નહીં પણ એલસીમાં લખાશે
કોરોના મહામારીના પગલે રાજ્યમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.10ના વિદ્યાર્થીને માર્કસ આપવામાં આવશે જેમાં પહેલા 20 માર્કસ શાળાના મુલ્યાંકન આધારે જ્યારે બાકીના 80 માર્કસ ઓનલાઈન વેબસાઈટ પર મુકવા શિક્ષણ વિભાગે તમામ સ્કૂલને આદેશ કર્યો છે જેના ભાગરૂપે રાજ્યની તમામ સ્કૂલના પ્રિન્સીપાલને ધો.10ના માર્કસ મુકવા માટે સુચના આપવામાં આવી છે.
આજે સવારથી જ માર્કસ અપલોડ કરવા માટે વેબસાઈટ શરૂ કરવામાં આવી છે અને આ વેબસાઈટ પર આગામી તા.17મી જુનના સાંજના 5 વાગ્યા સુધીમાં માર્કસ અપલોડ કરવાના રહેશે. માર્કસ વિદ્યાર્થીના નામ અને એપ્લીકેશનના નંબર આધારે ભરવાના રહેશે. જુનના અંતિમ વિકમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન પરિણામ જોવા મળશે. સાથે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આચાર્ય અને ડીઈઓને પત્ર લખ્યો છે જેમાં ધો.10ના વિદ્યાર્થીને માર્કસીટમાં નહીં પરંતુ એલસીમાં જ માસ પ્રમોશન લખવામાં આવશે.