રાજકોટમાં ધો.૧૦ની પરીક્ષા આગામી તા.૭ માર્ચથી શરૂ થવાની હોય સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્ન પેપરોનું જયારથી વિતરણ કરવામાં આવનાર છે તે ચૌધરી હાઈસ્કુલમાં અને કરણસિંહજી સ્કુલમાં બોર્ડના પ્રશ્ન પેપરો આવી ગયા છે. આ પ્રશ્ર્નપત્રની સુરક્ષાને લઈને સ્ટ્રોંગ‚મમાં પ્રશ્નપેપરો ગોઠવી રાઉન્ડ ધી કલોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધો.૧૦ અને ધો.૧૨ના તમામ પ્રશ્નપત્રોનું સૌરાષ્ટ્રભરમાં રાજકોટના ચૌધરી હાઈસ્કુલ તેમજ રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ ખાતેથી વિતરણ થવાનું છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાને લઈને અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને પ્રશ્નપેપર જયાં સચવાય છે તેની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.
ચૌધરી હાઈસ્કૂલ ખાતે બોર્ડના પ્રશ્નપેપરો આવી પહોંચ્યા
Previous Articleપ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનનું 97 વર્ષની વયે નિધન
Next Article રાજકોટના ૧૩૩ એડવોકેટે નોટરીની પરીક્ષા પાસ કરી