બીસીસીઆઈએ ટવીટ કરી વિરાટ કોહલીની કેપ્ટન્સીના વખાણ કર્યા અને ટીમ માટે તેના સમર્પણ ભાવની પણ પ્રશંસા કરી
અબતક, નવીદિલ્હી
બીસીસીઆઈએ વિરાટ કોહલીને વન-ડેના સુકાની પદ પરથી હટાવ્યો છે અને રોહિત શર્માની તે પદ આપ્યું છે પરંતુ બીસીસીઆઈએ ટ્વિટ કરી વિરાટ કોહલી ની કેપ્ટન્સી ના વખાણ કર્યા હતા અને તેના પર પણ ભાવની પણ પ્રશંસા કરી હતી જે તેને તેની ટીમ માટે દાખવી હતી. નહીં રોહિત શર્માએ પણ વિરાટ ના વખાણ કરતાં જણાવ્યું હતું કે તે ભારતીય ટીમનો આધારસ્તંભ છે અને તેને તેની કેપ્ટનશીપમાં ભારતને ઘણા શિખરો સર કરાવ્યા છે. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી માં જે બેસન અને જે સમર્પણની ભાવના છે તે અન્ય ખેલાડીઓ કરતાં ખૂબ જ વધુ છે જેનો લાભ ભારતીય ટીમને ખરા અર્થમાં મળ્યો છે.
આંકડાકીય માહિતી અનુસાર વિરાટ કોહલીએ વર્ષ 2017માં સુકાની તરીકે ટીમનો ભાર પોતાના ખંભે લીધો હતો અને તે 95 મેચ રમ્યો છે જેમાંથી 65 મેચમાં ભારતનો વિજય થયો છે જે 70 ટકા જીતની ટકાવારી છે. જ્યારે રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામે ના ટી20 મેચમાં સુકાની પદ આપવામાં આવ્યું હતું જેમાં રોહિતની આગેવાની હેઠળ ટીમ ટી-20 સિરીઝ 3-0 થી જીતી હતી. હાલ એ વાતની પણ અટકળો સામે આવી રહી છે કે રોહિત બાદ વિરાટ કોહલી પણ તેનું બેટિંગ પ્રદર્શન સુધારવા માટે મહેનત કરશે અને ટીમ માટે ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવશે આ પૂર્વે સચિન તેંડુલકર પણ સુકાની પદ છોડ્યા બાદ પોતાના બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પરિણામે ભારતને ખૂબ મોટો વિજય પણ અપાવવામાં મદદરૂપ સાબિત થતો હતો. હાલ ભારતની ટીમ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ અને વનડે સીરીઝ રમવા માટે આફ્રિકા જઈ રહી છે ત્યારે બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ વનડે ટીમની જાહેરાત હજુ પણ બાકી છે ત્યારે આ બંને ફોર્મેટમાં વિરાટ કોહલી નું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ અને અને રૂપ રહેશે જેને ધ્યાને લઇ વિરાટ હાલ આ દિશામાં પોતાની કળા અને પોતાના કૌશલ્યને ઉજાગર કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો.