સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લાના અંદાજે 300 થી વધુ સેન્ટરોને ધો. 10 ના પેપરોનું આજે અને કાલે વિતરણ કરાશે: ધો. 1ર ના પેપરો ઝોનવાઇઝ ગાંધીનગરથી વિતરણ કરાશે
મંગળવારથી ધો. 10-1ર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ પૂર્ણ કર્યો છ. આજે સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લાના 300 જેટલા પરીક્ષા સેન્ટરોને ધો. 10 ના સિલ બંધ પેપરોનુ વિતરણ કરવામાં આવેલ હતું. ચૌધરી હાઇસ્કુલ ખાતે આવતીકાલે પણ આ વ્યવસ્થા ચાલુ રમાશે. સમગ્ર વિતરણ વ્યવસ્થા સંભાળતા જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધો. 1ર ની પેપર વિતરણ વ્યવસ્થા ઝોનવાઇઝ ગાંધીનગરથી કરાશે. આજથી શરુ થયેલ ધો. 10 ના પેપરોનું વિતરણ કાલે પણ ચાલુ રહેશે.
14 થી 28 માર્ચ સુધી ચાલનારી ધો. 10-1ર ની બોર્ડ પરીક્ષામાં ધો. 10 ની સવારે અને ધો.1ર ની બપોરે પરીક્ષા નિયત સેન્ટરોમાં લેવાશે. બે પેપર વચ્ચે એક દિવસની રજા રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા માટે છાત્રોને તમામ શ્રેષ્ઠ વ્યવસ્થાનું આયોજન કરાયેલ છે.