Table of Contents

રાજયનાં ૧૭.૫૩ લાખ પરીક્ષાર્થીઓ: રાજકોટ જિલ્લામાં ૯૫,૧૩૬ પરીક્ષાર્થીઓ: ધો.૧૦માં ગુજરાતી, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર

પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૪૪ની કલમ લાગુ

રાજકોટ શહેર જિલ્લાનાં તમામ પરીક્ષાખંડ સીસીટીવી કેમેરાથી સજજ: અતિસંવેદનશીલ અને સંવેદનશીલ કેન્દ્ર પર વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીઓ વોચ રાખશે: પ્રથમ વખત મોબાઈલ એપથી પ્રશ્ર્નપત્ર પર વોચ

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજયભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધો.૧૦ અને ધો.૧૨ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ સળંગ ૧૦ દિવસ સુધી પરીક્ષા આપવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું કુમ કુમ તિલક કરી મોં મીઠા કરાવી પરીક્ષા કેન્દ્રમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૦ દિવસ સુધી સૌરાષ્ટ્રભરમાં પરીક્ષાનો માહોલ છવાયો રહેશે. ધો.૧૦નાં કુલ ૧૦,૮૩,૧૯૮ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં ૫,૨૭,૧૪૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ૧,૧૯,૬૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેનાર છે.

રાજકોટ જિલ્લામાં ધો.૧૦નાં ૫૪,૫૭૯, ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં ૩૧,૦૭૭, વિજ્ઞાન પ્રવાહનાં ૯૪૮૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ ૩૮૩ બિલ્ડીંગો અને ૩૬૫૩ બ્લોકમાં પરીક્ષા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર-જિલ્લામાં ૪૫ જેટલા કેદીઓ અને ૫૫ જેટલા દિવ્યાંગો ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આપવાના છે.

DSC 1004

આજથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં રાજયભરમાં ધો.૧૦ અને ધો.૧૨માં એમ કુલ ૧૭.૫૩ લાખ પરીક્ષાર્થીઓ ૧૦ દિવસ પરીક્ષા દેનાર છે. સવારે ૧૦ વાગ્યાથી ધો.૧૦ની પરીક્ષાનાં વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોર બાદ ધો.૧૨નાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજકોટ શહેર-જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨નાં પાંચ ઝોન કાર્યરત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. રાજકોટ શહેર-જિલ્લાની તમામ સ્કુલોમાં સીસીટીવી કેમેરાથી પરીક્ષાર્થીઓનું મોનીટરીંગ કરવામાં આવશે.

DSC 1015

આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધો.૧૦માં ગુજરાતી તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર વિદ્યાર્થીઓ દેનાર છે.

કડવીબાઈમાં કલેકટર, ડીઈઓએ વિદ્યાર્થીઓનાં મોં મીઠા કરાવ્યા

DSC 0997

આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં રાજકોટની કડવીબાઈ સ્કુલમાં કલેકટર રૈમ્યા મોહન અને ડીઈઓ આર.એસ.ઉપાધ્યાય બોર્ડની પરીક્ષાનાં વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવીને સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોટક ક્ધયા વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી સ્વાગત કર્યું હતું. અધિક કલેકટરે સેન્ટ મેરી સ્કુલમાં વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

4 banna for site

જૂનાગઢમાં ધો.૧૦નાં ૪૫ બોગસ પ્રવેશપત્રો સાથે એક ઝડપાયો

જુનાગઢ એસપી પત્રકાર પરીષદ સંબોધીને વિગતો જાહેર કરશે

જુનાગઢ ધો.૧૦ની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ૪૫ બોગસ રીસીપ્ટ સાથે એક શખ્સ ઝડપાયો છે. શાંતેશ્ર્વર સોસાયટી-૨ પાછળ ભવાનીનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રાજેશ ડાયાભાઈ ખાંટની ધરપકડ કરવામાં આવી છે. ૪ થી ૪૫ વિદ્યાર્થીઓનાં ફોટા અને ઓરિજનલ તથા ઝેરોક્ષા રીસીપ્ટ સહિત પોલીસે રૂા.૪૫,૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. જુનાગઢનાં શાંતેશ્ર્વર વિસ્તારનાં ભવાનીનગરમાં આવેલ એક રહેણાંક મકાન ઉપર એસઓજી પોલીસે રેડ કરતા રાજેશ ડાયાભાઈ ખાંટ (ઉ.વ.૪૦) સહિત કુલ ૩ વ્યકિતઓએ ૪૫ જેટલા વિદ્યાર્થીઓની ધો.૧૦ની પરીક્ષા માટે પરીક્ષાખંડમાં પ્રવેશની બોગસ રીસીપ્ટ બનાવવાનું મળી આવ્યું હતું. રેડ દરમિયાન આરોપી રાજેશ ડાયાભાઈ ખાંટ ઝડપાયો છે જયારે અન્ય બે આરોપી સહિત ૪૫ વિદ્યાર્થીઓ સામે કલમ ૪૭૩, ૪૭૬, ૧૨૦ (બી) અને ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથધરી છે. જુનાગઢમાં પરીક્ષા દરમિયાન સ્કોડ તરીકે હાજર રહેલા બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડર્મી વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશે ત્યારબાદ ભૂમિકા તંત્રની આવે છે. જુનાગઢનાં જિલ્લા શિક્ષણાધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે, ડર્મી રીસીપ્ટ બનાવનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.