ધોળકીયા, ભરાડ, પંચશીલ, મોદી, અંકુર સહિત શહેરની વિવિધ સ્કુલમાં સંચાલકો દ્વારા બોર્ડન છાત્રોને શુભકામના.
રાજકોટ:આજથી બોર્ડની પરીક્ષા શ‚ થતા દરેક સેન્ટરોમાં શાળા સંચાલકો દ્વારા છાત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. જેની સંકલીત માહિતી અત્રે પ્રસ્તુત છે.
પ્રથમ વર્ષ બોર્ડની પરીક્ષા આપ્યાનો ઉત્સહ: છાયા દેવાશું.
ભરાડ સ્કુલનાં ધો.૧૦ના વિદ્યાર્થી દેવાશુએ પોતાના ઉત્સાહ જણાવતા કહ્યું હતુ કે આજે હુ પ્રથમ વખતે બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. હું ખૂબજ એકસાઈટેડ છું આજે મા‚ અંગ્રેજી વિષયનું પેપર છે. ભવિષ્યમાં હુ એન્જીનીયર બનવા માંગુ છું અને ધો.૧૦માં ૯૦થી વધુ ટકાવારીની આશા છે.
આખા વર્ષની મહેનતનું ફળ મળશે: જતીન ભરાડ (ભરાડ સ્કુલ)
બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશો પાઠવતા ભરાડ સ્કુલના જતીન ભરાડે જણાવ્યું હતુ કે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ફળ મેળવવા આજે વિદ્યાર્થીઓ થનગની રહ્યા છે. અત્યારે જે દસમાં ધોરણની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એ એ સાથે આખા ગુજરાતમાં સાડા અગિયાર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે નેચરલી પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા હોય તો ડર લાગવો સ્વાભાવિક છે. અને અંમારી સ્કુલમાં એ પ્રકારનુંઆયોજન કરેલું કે છેલ્લા અઢી માસથી બોર્ડના આયોજન મુજબ એમણે પરીક્ષાઓ આપી છે દરેક વિષયના દસથી બાર પેપરો લખાવવામાં આવ્યા છે. એટલે અમારા વિદ્યાર્થીઓ સેમીફાઈનલ રમી ચૂકયા છે. એટલે બોર્ડની પરીક્ષાથી તેઓ ભયમૂકત છે.
યોગ્ય તૈયારી કરી: સંજરી (છાત્ર)
પાઠક સ્કુલનાં વિદ્યાર્થી સંજરીએ જણાવ્યું હતુ કે આજે હું પ્રથમ વખત બોર્ડની એકઝામ આપી રહી છું મારે આજે ગુજરાતીનું પેપર છે. થોડો ડર પણ છે. પરંતુ સો ટકા સફળતા મેળવીશ સ્કુલ દ્વારા અમને દરેક વિષયની ખૂબજ સારી તૈયારીઓ કરાવવામાં આવી છે.
૧૦૦ ટકા સફળતા મેળવીશ: નિકુંજ સુરાણી (છાત્ર)
અંકુર સ્કુલનાં ધો.૧૦ના વિદ્યાર્થી નિકુંજ સુરાણીએ જણાવ્યું હતુ કે મને બોર્ડની પરીક્ષા આપતા બિલકુલ ડર લાગતો નથી હું ખૂબજ સા‚ અનુભવી રહ્યો છું અને સો ટકા સફળતા મેળવીશ એવો દ્દઢ આત્મ વિશ્ર્વાસ છે.
કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પરીક્ષા આપો: તૃપ્તી ગજેરા (ક્રિશ્ર્ના સ્કુલ)
ક્રિશ્ર્ના સ્કુલનાં તૃપ્તીબેન ગજેરાએ ક્રિશ્ર્ના સ્કૂલ્સની બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે સૌ પ્રથમ તો બોર્ડના તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છુ આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ ઉત્સાહની જેમ પરીક્ષાના પ્રથમ દિવસને વધાવ્યો છે. સ્કુલનું વાતાવરણ ખૂબજ સા‚ બનાવાયું છે. જેથી આજે વિદ્યાર્થીઓ કોઈપણ જાતનાં ડર વગર પરીક્ષા આપી રહ્યા છે. આજે તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મો મીઠુ કરાવી સ્વાગત કરાયું હતુ.
બેઠક વ્યવસ્થાનું સુંદર આયોજન:કલ્પેશ ત્રિવેદી (મોદી સ્કૂલ)
મોદી સ્કુલનાં શિક્ષક કલ્પેશ ત્રિવેદી એ જણાવ્યું હતુ કે કાલ સાંજ થી જ બેઠક વ્યવસ્થા માટે સુંદર આયોજન કરાયું છે. આગલા દિવસે જ બાળકોને વર્ગ ખંડ સુધી પોતાની બેઠક વ્યવસ્થા જોવા દેવાની છૂટ આપી દરેક વર્ગમાં ૩૦ વિદ્યાર્થીઓ અને બે સુપરવાઈઝર ગોઠવવામાં આવ્યા છે. ઉપરાંત તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
બોર્ડનું સુદ્રઢ આયોજનથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ વધ્યો: કૃષ્ણકાંત ધોળકિયા.
પરીક્ષા વિભાગ દ્વારા ઘડાયેલી નીતિઓ વિશે વાત કરતા ધોળકિયા સ્કૂલના કૃષ્ણકાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે આજે પરીક્ષાનો પ્રારંભ ભાષાના વિષયથી થયો છે. વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા પેપર સીસ્ટમ એટલી સુંદર બનાવવામાં આવી છે કે વિદ્યાર્થીઓનો પોતાનો આત્મવિશ્ર્વાસ વધી રહ્યો છે. બેઠક વ્યવસ્થાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દરેક વર્ગખંડમાં ૩૦ વિદ્યાર્થીઓ સીસીટીવીની નિગરાનીમાં પરીક્ષા આપી રહ્યા છે. બાળક નિર્ભય બનીને પરીક્ષા આપી શકે એના માટે શાળામાં આવતા જ એનું પુષ્પો અને તિલક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વર્ગમાં બે સુપર વાઈઝર મુકવામાં આવ્યા છે.
બાળકોની મુંઝવણમાં માતા-પિતા માર્ગદર્શક બની આગળ આવે: વાલીઓનો મત
પ્રથમ વખત ધો.૧૦ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના માતા-પિતામાં પણ થોડા ડર સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના અંગત અનુભવોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દરેક માતા-પિતાએ પોતાના સંતાનોને પુરો સાથ સહકાર આપવો જોઈએ. બાળકને ધ્યેય સુધી પહોંચાડવા વાલીઓએ પણ ઘણા ત્યાગ કરવા પડે છે. બાળક મુંઝવણ ન અનુભવે અને નાસીપાસ ન થાય તેના માટે માતા-પિતાએ હંમેશા તેમના મિત્ર બનીને રહેવું જોઈએ. બાળકને રસ હોય એજ દિશામાં એને આગળ વધવા દેવા જોઈએ..
પંચશીલ સ્કૂલમાં મોં મીઠા કરાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા..
પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આજે પંચશીલ સ્કુલમાં ધો.૧૦ માટે કુલ અગિયાર બ્લોક ફાળવવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીને પેપર આપતા પહેલા કુમ કુમ તિલક કરી, પુષ્પ આપી અને મોં મીઠુ કરાવાયું હતું.
૧૦ બ્લોક રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે તેમજ ૧૧માં બ્લોકમાં ચાર બ્લાઈન્ડ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દરેક વિદ્યાર્થી ખુબ સારી રીતે અને ડર રાખ્યા વગર લખે અને આખા વર્ષની મહેનત ફળે એ માટે પંચશીલ સ્કૂલમાં સારુ આયોજન કરાયું છે.