234 નવી સ્કૂલો માટે અરજી આવી હતી: મંજુર થયેલી મોટાભાગની સ્કૂલો અંગ્રેજી માધ્યમની: રાજકોટ જિલ્લાની એક સ્કૂલને મંજૂરી અપાઈ
ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક સ્કૂલોને મંજૂરી આપી છે. શિક્ષણ બોર્ડે માપદંડોના આધારે 68 નવી સ્કૂલોને મંજૂરી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી સ્કૂલો શરૂ કરવા માટે 234 અરજી આવી હોવાનું જાણવા મળે છે. જે પૈકી માત્ર 68 જેટલી સ્કૂલોને જ નવી સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં નવી ખાનગી સ્કૂલો શરૂ થાય છે, જેમાં આ વખતે વધુ 68 જેટલી સ્કૂલોને મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. મંજૂર થયેલી સ્કૂલોમાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે.
ગુજરાતમાં નવી ખાનગી માધ્યમિક સ્કૂલોનને મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 68 નવી ખાનગી સ્કૂલોને વિવિધ માપદંડોના આધારે બોર્ડ દ્વારા મંજૂરી અપાઇ છે. આ વર્ષે રાજ્યભરમાંથી 234 જેટલી નવી ખાનગી માધ્યમિક સ્કૂલો માટેની અરજી વિવિધ ટ્રસ્ટો દ્વારા કરાઈ હતી. જેમાંથી 68 અરજીઓ મંજૂર કરાઈ છે, જ્યારે 166 અરજીઓને ફગાવી દેવામાં આવી છે.
અંગ્રેજી માધ્યમની સ્કૂલો સૌથી વધારે
નવી મંજૂર કરવામાં આવેલી સ્કૂલોમાંથી ગુજરાતી માધ્યમની સ્કૂલો ઓછી છે, જ્યારે અંગ્રેજી માધ્યમનની સ્કૂલો સૌથી વધારે છે. આપને જણાવી દઈએ કે, દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા નવી સ્કૂલો શરૂ કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવામાં આવે છે અને વિવિધ દસ્તાવેજો અને માપદંડોને આધારે સ્કૂલને મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે 68 સ્કૂલોને મંજૂરી અપાઈ છે.