- KDB હાઇસ્કુલ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવાઈ
- ઉમરગામ પંથકમાં 3592 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
- સરકારી અધિકારીઓ, શિક્ષકો તેમજ જીલ્લા પોલીસે સૌને શુભેચ્છા પાઠવી
ઉમરગામ તાલુકાના સરીગામે આવિલ KDB હાઈસ્કૂલ ખાતે ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આરંભ થતા સરીગામમાં કાર્યરત યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષે રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ઉમરગામ પંથકમાં 3592 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સરકારી અઘિકારીઓ, શિક્ષકો, જીલ્લા પોલીસે ખડેપગે રહી વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડૉ.નીરવ શાહ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, વડીલો, ઉપસ્થિત રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના સરીગામ KDB હાઈસ્કૂલ ખાતે ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આરંભ થતા સરીગામમાં કાર્યરત યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટે પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમજ રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ઉમરગામ પંથકમાં 3592 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.
આ અંગે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયે સંદેશ આપતા જણાવ્યું કે, પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી ઓછા માર્ક્સ જીવનનો અંત નથી મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજવળ સફળતા હાંસલ કરી શકાય છે. આ ઉપરાંત સરકારી અઘિકારીઓ,શિક્ષકો,જીલ્લા પોલીસ ખડેપગે વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વઘાર્યો હતો.
આ અંગે તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડૉ.નીરવ શાહ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, વડીલો, ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને “શુભકામનાઓ” આપી હતી.
અહેવાલ : રામ સોનગઢવાલા