BMW S1000 RR ભારતમાં લોન્ચ થઈ છે. આ કંપનીના ઓથોરાઈઝ્ડ ડિલરને ત્યાંથી બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ સ્પોર્ટી બાઈકની પ્રથમ એડિશન દસ વર્ષ પહેલાં 2009માં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ તેમાં વધુ સુધારા કરીને હવે નવા અંદાજ સાથે ફરીથી માર્કેટમાં મૂકી છે.
BMWની આ બાઈકની કિંમતની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ વેરિએન્ટની કિંમત 18.50 લાખ રૂપિયા છે, તો પ્રો વેરિએન્ટની કિંમત 20.95 લાખ રૂપિયા છે, જ્યારે પ્રો એમ સ્પોર્ટની કિંમત 22.95 લાખ રૂપિયા છે. ભારતમાં આ બાઈકને Kawasaki Ninja, Honda CBR 1000RR અને Suzuki GSX-R 1000 R જેવી બાઈકોની પ્રતિસ્પર્ધી તરીકે જોવાય રહી છે.
BMW S1000RR બાઈકમાં 998ccનું એન્જીન છે, જે 204bhpની પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ હશે. નવી બાઈકનું વજન 197 કિલોગ્રામ છે, જે જુના મોડલથી 11 કિલો વજન ઓછુ ધરાવે છે.
- છ-એક્સિસ સેન્સર ક્લસ્ટર
- એબીએસ
- ડાયનેમિક ટ્રેક્શન કન્ટ્રોલ
- 5 ઇંચની ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ
- બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા
BMW S1000RRની વિશિષ્ટતા