બીએમડબ્લ્યુના મોટરરેડ C ફેમલીમાં લેટેસ્ટ મેમ્બર તરીકે C 400 X પ્રિમીયમ મિડસાઇઝ બાઇક જોડાયેલ છે. તેમાં સિંગલ સિલિન્ડર એન્જિન દેવામાં આવ્યું છે જે 34hp નો પાવર અને 6000 rpm પર 35Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને સાથે સાથે સીવીટી ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. સાથે સાથે આમાં ઓટોમેટિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (એએસસી) પણ આપવામાં આવ્યું છે, જે સરળ સપાટી પર તમારી સલામત રહેવામાં મદદ કરે છે.
આ મિડસાઇઝ બાઇકમાં સ્ટીલનું બનેલું ટ્યુબ્યુલર ફ્રેમ, ફ્રન્ટમાં ટેલસ્કોપિક ફોર્ક અને રીઅરમાં બે સ્પ્રિંગ સ્ટ્રેટ્સ છે. તેની સાથે મજબૂત બ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ કરવા માટે તેના ફ્રન્ટ પર ટ્વિન ડિસ્ક અને રિયર પર સિંગલ ડિસ્ક આપવામાં આવ્યુ છે. સાથે સાથે સ્ટાન્ડર્ડ એબીએસ પણ આપવામાં આવે આવ્યું છે.
C 400 એક્સ પ્રિમીયમ મિડસાઇઝ બાઇકમાં સ્ટાન્ડર્ડ એલઇડી લાઇટિંગ ટેક્નોલૉજી 6.5 ઇંચ ફુલ કલર ટીએફટી સ્ક્રીનની સાથે મલ્ટિફંક્શનલ ઇન્સ્ટ્યુમેંટ કલસ્ટર આપવામાં આવ્યું છે. અને સ્ટોરેજ માટે બે ઇન્ટીગ્રેટેડ કમ્પાર્ટમેન્ટ અને સિંગલ સીટની અંદર ફલેક્સકેસ પણ છે. ગ્રાહકો માટે મેટાલિક બ્લુ અને નોન મેટાલિક વ્હાઇટ કલર ઑપ્શન ઉપલબ્ધ હશે.