ઇખઈએ હવે લોકોના પૈસે એક્ટ્રેસને વળતર ચૂકવવું પડશે: એક્ટ્રેસને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં તોડફોડ કરી હતી અને એક્ટ્રેસે આને લઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે શુક્રવાર (૨૭ નવેમ્બર)ના રોજ આ અરજી પર નિર્ણય આપવામાં આવ્યો હતો. એક્ટ્રેસે ઇખઈની કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ એસ. જે. કૈથાવાલા તથા આર. આઈ. છાગલાની ખંડપીઠે આ કેસનો ચુકાદો આપતાં કહ્યું હતું, ’જે રીતે અહીં તોડફોડ કરવામાં આવી એ ગેરકાયદે હતી અને ફરિયાદીને કાયદાની મદદ ના મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.’ કોર્ટે ગેરકાયદે બાંધકામની ઇખઈની નોટિસને પણ રદ કરી દીધી છે.
૯ સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ ’મણિકર્ણિકા ફિલ્મ્સ’ના અનેક ભાગોને ઇખઈએ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યાર બાદ કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને ઇખઈ પાસે ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.પહેલા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતોહાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો ૪૦ ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝુમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કીમતી સંપત્તિ સામેલ હતી.બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. કંગનાએ કહ્યું હતું, ’જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે પડે અને જીતે તો એ વ્યક્તિની નહીં, પરંતુ લોકશાહીની જીત છે. મને હિંમત આપવા બદલ દરેકનો આભાર અને મારાં તૂટેલાં સપનાઓ પર હસનાર દરેક લોકોને થેંક્યુ. તમે વિલન તરીકે રમત રમ્યા અને તેથી જ હું હીરો બની શકી.