આમ તો શિયાળાની ઋતુમાં ત્વચા સૂકી બનવીએ નોર્મલ વાત છે અને આપણે તેના માટે ઘણી જાતની ક્રીમ પણ ઉપયોગ કરતાં હોય છીએ પરંતુ શું તમને ખ્યાલ છે આ મોંઘી ક્રીમ કરતા પણ એક ઓછા ભાવ તેમજ ઈલાજુ રસ્તો છે ત્વચાને સુષ્કતાથી બચાવવા માટેનો… આમ તો આપણે તેલનો માથામાં ઉપયોગ કરીએ છે પરતું તમે ક્યારે શરીરના બીજા અંગો પર તેલનો ઉપયોગ કર્યો છે ? જો ના કર્યો હોય મિત્રો તો જરૂરથી આ આર્ટીકલ વાંચી અને તેનો ઉપયોગ કરો.
રિંકલ્સ આવવાથી અટકાવે છે સ્નાન કર્યા બાદ ત્વચા પર નારિયેળ તેલથી મસાજ કરવાથી ત્વચાની ન ફક્ત ગ્લો વધે છે, પરંતુ એન્ટી એન્જિગના રૂપમાં પણ કામ આવે છે. તેમાં સામેલ એન્ટીઓક્સીડેંટ્સ ચહેરાની કોશિકાઓને ખરાબ થવાથી બચાવે છે અને ફેટી એસિડ ચહેરાની કરચલીને દૂર રાખે છે.
ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદો
ચહેરા પર વાગવુ, દાજવું અથવા એલર્જીથી રાહત માટે નારિયેળ તેલથી ઘણો ફાયદો મળે છે.
મેકઅપ રીમૂવર
દિવસભર મેકઅપના કારણે ચહેરાના પોર્સ બંધ થઇ જાય છે પરંતુ રૂમાં નારિયેળ તેલ લગાવી ચહેરો સાફ થતા ઓપન પોર્સ ધીમે ધીમે બંધ થાય છે.
સુંદર હોઠ માટે પણ ફાયદાકારક
હંમેશા શરીરમાં પાણીની ઉણપ રહેતા હોંઠ ફાટવા લાગે છે. એટલા માટે પણ નારિયેળ તેલ ઘણું ગુણકારી છે. જે માટે નારિયેળ તેલનો ઉપયોગ લિપ બામ તરીકે કરી શકો છો. દિવસમાં ત્રણ-ચાર વાર તેને લગાવો.
ડેડ સ્કિનને રાખે દૂર
ખાંડમાં નારિયેળ તેલ ઉમેરી સ્ક્રબ કરતા આ તમારા ચહેરાની ડેડ સ્ક્રિન દૂર કરે છે. સાથે જ તમારી ત્વચાને નરમ અને ચમકદાર બને છે.