- હજુ પણ 22 એપ્રિલ સુધી અમે રાહ જોવા તૈયાર છીએ કે રૂપાલાભાઈ પોતાની ઉમેદવારી પછી ખેચી લે અથવા તો પક્ષ તેની ઉમેદવારી રદ્દ કરે.
Rajkot News : ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં કન્યા છાત્રાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જે અંતર્ગત પરસોત્તમ રૂપલની ઉમેદવારી રદ્દ કરવાની માંગ બાદ જે ઉમેદવારીની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયી હોય, હવે ક્ષત્રિયા આંદોલન પાર્ટ-2 શરૂ કરાયું છે જેની વિશેષ માહિતી ક્ષત્રિય સમાજના પી ટી જાડેજા અને રાજભા ઝાલાએ આપી હતી.
ક્ષત્રિય સાંજની વિરોધ શા માટે ?
પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો વિવાદ શમવાનું નામ નથી લેતો, ત્યારે ક્ષત્રિયાણિની લાગણીઓ દૂભતા ક્ષત્રિય સમાજ રૂપાલા વિરુધ્ધ ઊભો થયો છે. સૌ પ્રથમ શાંતિપૂર્ણ રીતે સમાજ દ્વારા રૂપલની ટીકીટ રદ્દ કરવાની ઉગ્ર માંગણી કરી હતી. તેવા સમયે પરસોત્તમ રૂપાલાએ નારાઝ ઠેલા ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી, પરંતુ રોશની જ્વાળા વધુ આકરી હોવાથી ટિકિટ રદ્દ કરવા પર અડગ રહ્યો ક્ષત્રિય સમાજ. તેમ છતાં 16 એપ્રિલે રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યું અને 20 એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી પણ શરૂ થયી ચૂકી હોય ક્ષત્રિય સમજ દ્વારા ઓપરેશન રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરી છે. પરસોત્તમ રૂપાલાએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું એની આગલી રાત્રે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ સરકારના આગેવાનો જેમાં મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી સહિતના ઉપસ્થિત હતા. તેમ છતાં એ મીટીંગમાં કોઈ યોગ્ય ઉકેલ સામે ના આવતા ક્ષત્રિય આંદોલનનો પાર્ટ 2 આકાર પામ્યો છે.
શું કહ્યું પત્રકાર પરિષદમાં
રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પી ટી જાડેજાએ જણાવ્યુ હતું કે હવે આ પાર્ટ 2 માં માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં ક્ષત્રિયો અને પાટીદારો, જોડવાન છે અને હવે આ લડત માત્ર એને માત્ર રૂપાલને હરવવાની છે. તેમ છતાં હજુ પણ 22 એપ્રિલ સુધી અમે રાહ જોવા તૈયાર છીએ કે રૂપાલાભાઈ પોતાની ઉમેદવારી પછી ખેચી લે અથવા તો પક્ષ તેની ઉમેદવારી રદ્દ કરે. જો એવું નથી કરવામાં આવતું તો 562 રજવાડાઓ જે આજ સુધી ભાજપ સાથે હતા, તે ભાજપના વિરોધમાં મતદાન કરશે. જેની સંખ્યા કરોડમાં પણ હોઇ શકે છે.
ટૂંક સમયમાં પી ટી જાડેજા માઁ ખોડિયારનાં આશીર્વાદ લેવા જવાના છે ત્યારે નરેશ પટેલ સાથે પણ વાતચીત થવાની સંભાવના દર્શાવી છે.
શું રણનીતિ રહેશે
એક એક ક્ષત્રિય પોતાનો મત તો ભાજપને નહીં જ આપે પરંતુ કમ સે કમ એવા બીજા પાંચ મત પણ સાથે લાવીડબલ્યુ જે ભાજપને ના મળે આમ આ રીતે ભાજપની વોટ બેન્કને તોડવાની રણનીતિ જણાવી હતી પી ટી જાડેજાએ.
પદ્મિનીબા વિષે શું કહ્યું?
પદ્મિનીબા જાડેજા વિષે પૂછતાં પી ટી જાડેજાએ જણાવ્યુ હતું કે એ સમિતિના સભ્ય નથી, તેમજ એને જે રજૂઆત કરવી હતી એ સમિતિ સમક્ષ આવી કરવાની હોય, પરંતુ તેમણે સીધી મીડિયા સાથે વાત કરી હતી. અને એ જે જોહર કરવાની વાત કરી હતી એ વાતનો આ વિરોધ સાથે કોઈ સંબંધ નથી. પદ્મિનીબા એ જે રીતે જોહર કરવાની વાત કરી એ યોગ્ય ના ગણાય. પતિની ઉપસ્થિતિમાં આગમાં સમાઈ જવું એ જોહર છે અને પતિના મર્યા બાદ ચિતામાં સમાઈ જવું એ સતી થવું છે. આમ આ જોહર કરવાની વાત અને આ વિરોધ બંને અલગ બાબત છે.
મહાભારત જેવી સ્થિતિ સર્જાઈ
અમે જે કઈ પણ કડો લાવવાની કે અમારી જે કઈ રજૂઆત હશે એ માત્ર ક્ષત્રિયાણી માટે જ નહીં હોય પરંતુ સમગ્ર દેશની બહેન દીકરીઓ માટે હશે. જે રીતે દ્રૌપદીના ચિરહરણ બાદ મહભારતનું યુધ્ધ થયું એમ આ સમયે પણ મહાભારત જેવી જ સ્થિતિ સામે આવી છે જો કોઈ ક્રુષ્ણની જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્ઞાન આપ્યું હતું તેમ અમે પણ રૂપાલને જે બોલ્યા છે તેની સમજ આપવા માંગીએ છીએ. : પી ટી જાડેજા