જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ પર મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સોમવારે સરકારને આ ગેમ પર પ્રતિબંધ મુકવાની પદ્ધતિ વિશે શોધવા કહ્યું છે.
દેશમાં 7 દિવસમાં 4 મોત
1 સપ્ટેમ્બર- ગુજરાતમાં 20 વર્ષના અશોક મુલાણાએ નદીમાં કુદીને જીવ આપ્યો હતો.
31 ઓગસ્ટ- પોંડીચેરીમાં એમબીએ ફર્સ્ટ યરના વિદ્યાર્થી શશિકુમારે ફાંસી લગાવી હતી.
30 ઓગસ્ટ- તમિલનાડુના મદુરાઈમાં બી.કોમના 19 વર્ષના વિદ્યાર્થી વિગ્નેશે ફાંસી લગાવી લીધી હતી.

બીજુ શું કહ્યું હાઈકોર્ટે?
– મદ્રાસ હાઈકોર્ટે આ મામલે સુઓમોટો લઈને સુનાવણી કરી છે. સોમવારે આ કેસની સુનાવણી મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટિસ કે.કે શ્રીધરન અને જસ્ટિસ જી.આર. સ્વામીનાથને કરી હતી.
– બેન્ચ આ મામલે યુનિયન ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ સેક્રેટરી અને હોમ સેક્રેટરીને નોટિસ આપી છે. બેન્ચે આ કેસમાં ઘણી ડિરેક્શન્સ પણ આપી છે.

કેવી રીતે પ્રતિબંધ મૂકવો?
– કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કહ્યું છે કે, બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંઘ મુકવાની પદ્ધતિ શોધવાનું કહ્યું છે. હાઈકોર્ટે આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટરને કહ્યું છે કે, તેઓ જણાવે કે આ પ્રમાણેની ઓનલાઈન ગેમ પર કેવી રીતે પ્રતિબંધ મુકી શકાય.
– સુનાવણી દરમિયાન સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે, મદુરાઈમાં થોડા સમય પહેલાં જ જે છોકરાએ આત્મહત્યા કરી છે તેણે અન્ય 75 લોકોને આ ગેમ ફોરવર્ડ કરી છે. જોકે તેને લોકોને આ ગેમ રમતા રોકી દેવામાં આવ્યા છે.
– હાઈકોર્ટે ડીજીપી અને હોમ સેક્રેટરીને સખત ઓર્ડર આપતા કહ્યું છે કે, આ ગેમને ફોરવર્ડ કરનાર સામે પણ સખત પગલાં લેવા જોઈએ. નોંધનીય છે તે, 19 વર્ષના છોકરાએ આત્મહત્યા કર્યા પછી એક વકીલે કોર્ટને આ અંગે દખલગીરી કરવા માટે અરજી કરી હતી. ત્યારપછી કોર્ટે આ સુનાવણી કરી હતી.