- કાપોદ્રા વિસ્તારમાં મહિલા સાથે મારામારીની ઘટના આવી સામે
- મહિલાને માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
- બાળકને લઈ મગજમારી થતા ઉશ્કેરાય પુરુષે મહિલાને ઢોર માર માર્યો
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહિલા સાથે મારામારીની ઘટના સામે આવી છે. મહિલાને માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાળકને લઈને મગજમારી થતા ઉશ્કેરાઈને પુરુષે મહિલાને ઘરમાં જઈને ઢોર માર માર્યો હતો. સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરતના કાપોદ્રા વિસ્તાર એક પડોશીએ પડોશી મહિલાના ઘરમાં ઘુસી તેને વાળથી ખેંચી ક્રુર માર માર્યો છે. બાળકોની બાબતમાં આ ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
View this post on Instagram
જાણો શું છે સમગ્ર મામલો
અનુસાર માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં મહિલાને પાડોશી મહિલાએ ઠપકો આપવા ગઈ હતી. આ જેને લઈને પાડોશી મહિલાના પતિ ત્યાં દોડી આવ્યા હતા અને કશું બોલ્યા વિના સીધા મહિલાને મારવા લાગ્યા હતા. પોતાનો કાબૂ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો. મહિલાના હાથ ખેંચ્યા, વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા અને તેના પતિ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.