રેતી, પથ્થર અને માટીની ખનીજ ચોરી માટે કુખ્યાત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માહિક ગામે મચ્છુ નદીમાંથી રેતી ચોરવા મામલે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના મહિકા ગામે મચ્છુ નદીના પટમાંથી રેતી કાઢવા મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં હરિભાઈ કોરિયા, ગેલાભાઈ રતીયાળ અને રઘુભાઈ કોરિયા સહિતનાઓએ એકસંપ કરી મેહુલભાઈ તેજાભાઈ ભરવાડ ઉપર લોખંડના પાઇપ તેમજ લાકડીઓ વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાઇ છે.
વધુમાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.