- રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેને પત્ર લખી રાજીનામું ધરી દીધું
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. પ્રવકતા પદેથીઆજે ગૌરવ વલ્લભે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ માટે ગુજરાતમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. હજી સાત બેઠકોમ માટે ઉમેદવારો નકકી કરી શકતી નથી આવી કપરી સ્થિતિમાં આજે કોંગ્રેસના પ્રવકતા પદેથી ગૌરવ વલ્લભે રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગેને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ હવે દિશા વિહીન બની ગઈ છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ અસ્વીકાર કરવાના નિર્ણયની પણ તેઓએ આલોચના કરી હતી સાથોસાથ જણાવ્યું હતુ કે હું સનાતન વિરોધી નારા લગાવી શકુ તેવી સ્થિતિમાં નથી.
કોંગ્રેસના પ્રવકતા પદેથી રાજીનામું આપનાર ગૌરવ વલ્લભ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી લે તેવી સંભાવના જણાય રહી છે. મતદાન પહેલા હજી ગુજરાતમાં કોંગ્રેસની અનેક વિકેટો ખડે તેવી ભીતિ પણ દેખાય રહી છે.