અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબ્જાથી વિશ્વ આખું ચિંતિત છે. આંતકવાદ વધુ પ્રસારવનો ભય છે. ત્યારે અમેરિકાના સુરક્ષા દળોએ અફઘાનિસ્તાન છોડ્યા પછી સૌથી મોટો લોહિયાળ હુમલો થયો છે. એક તરફ બિનધિકૃત તાલિબાની સરકાર વૈશ્વિક માન્યતા મેળવવા માટે હવાતિયા મારી રહી છે. બીજી તરફ મારામારી, લૂંટ ફાટની ઘટનાઓ સામે આવી રહી છે. આજરોજ કુન્દુઝ શહેરની શિયા મસ્જિદમાં ઉપાસકો પર મોટો બોમ્બમારો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
વિસ્ફોટમાં લઘુમતી સમુદાયના સંખ્યાબંધ પીડિતો ઘાયલ થયા છે જેની હજુ પુષ્ટિ થઈ નથી. પરંતુ તાલિબાનના કબજાના પગલે અફઘાનિસ્તાન અસ્થિર થયું છે.
કુંદુઝ પ્રાંતીય હોસ્પિટલના તબીબી સૂતત્રોએ જણાવ્યું કે આ ઘટનાના 35 મૃતકો અને 50થી વધુ ઘાયલોને અહી ખસેડાયા છે જ્યારે ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ હોસ્પિટલના એક કર્મચારીએ 15 લોકોના મોત અને વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ આપ્યા છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે કુંદુઝમાં અમારા શિયા દેશબંધુઓની મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. ઘણાં લોકો માર્યા ગયા છે અનેક ઘાયલ થયા છે. હુમલાની જવાબદારીનો તાત્કાલિક કોઈ દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ તાલિબાનના કટ્ટર હરીફ ઈસ્લામિક સ્ટેટ જૂથે તાજેતરના અત્યાચારનો દાવો કર્યો છે.