આણંદ જિલ્લામાં આજે સવારે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત ટ્રક અને ઇકો કાર વચ્ચે થયો હતો. મૃતક તમામ લોકો ઇકો કારમાં બેઠેલા હતા જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.આ પરિવાર સુરતથી ભાવનગર જઈ રહ્યો હોવાની માહિતી મળી છે. આ યાત્રા દરમિયાન જ ટ્રક સાથે ભટકાતાં પરિવારના 10 લોકોનું કરૂણ મોત થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ પાસે એક ટ્રકે સામેની બાજુથી આવીને એક ઈકો કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કાર અડધી ટ્રક નચી ઘુસી ગઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 10 લોકોનાં કમકમાટી ભર્યાં મૃત્યુ થયા હતા.

Screenshot 9

અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. નંબર પ્લેટ જોઈને એવું કહી શકાય કે ટ્રક ડ્રાઈવર મધ્ય પ્રદેશનો હશે આ ટ્રકનો નંબર MP09HF 9642 છે.જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે જેનો નંબર GJ10TV 0409 છે.

Screenshot 8 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.