સેન્સેકસમાં ૪૫૦, નિફટીમાં ૧૨૦ પોઈન્ટનો તોતીંગ કડાકો

વર્ષ ૨૦૧૮ રોકાણકારો ઉપરાંત માર્કેટ માટે પણ નબળુ પુરવાર થયું હતું. કારણ કે, આ વર્ષમાં કેટલીક વખત સેન્સેકસના પોઈન્ટ રેડ ઝોનમાં જતા શેરબજારે બ્લડબાથનો સામનો કરવો પડયો હતો. ત્યારે વિદાય લેતા વર્ષમાં ફરી વખત સેન્સેકસમાં વધુ એક કડાકા સાથે નિફટીએ પણ સપાટી ગુમાવી છે.

પાંચ રાજયોની ચૂંટણી સમયે પણ મત ગણતરી પ્રમાણે શેરબજારમાં સતત ઉથલ-પાથલ જોવા મળી હતી અને દર વર્ષે ડિસેમ્બરમાં શેરબજાર રેડ ઝોનનો સામનો કરતુ હોય છે ત્યારે આ વર્ષમાં પણ ફરી બજાર ડાઉન જતા શેરબજારમાં ૧૦:૧૫ સુધીમાં ૪૫૦ પોઈન્ટનો કડાકો આજે નોંધાયો છે.

જો કે, હજુ બજારની સ્થિતિ ફરવાની શકયતા છે. સેન્સેકસ ૪૫૦ પોઈન્ટ તૂટતા ૩૫૦૫૨ની સપાટીએ રહ્યું છે. જયારે નિફટીમાં પણ ૧૧૮ પોઈન્ટના કડાકા સાથે ૧૦૫૪૮ની સપાટીએ રહ્યું છે. જો કે, હજુ પણ સતત શેરબજારમાં વધઘટ ચાલી રહી છે. માર્કેટ નિષ્ણાંતોના મત મુજબ યશ બેંક, ઈન્ડિયા બુલ્સ, મારૂતી સુઝુકી જેવી કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે તો ડોલરની સામે રૂપિયો ૬૯.૯૬ રહ્યો હતો. આમ રૂપિયામાં ૨૩ પૈસાનો ઘટાડો વિદાય લેતા વર્ષે નોંધાયો હતો. આ વર્ષે માર્કેટ ૫૬ ટકા સાથે પ્રોફીટમાં રહેતા ફંડોના સ્તરમાં વધારો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.