૧૦ કરોડનો ચંદનનો જથ્થો દુબઈ, વિયેટનામ મોકલાય તે પૂર્વે ડીઆરઆઇએ ઝડપી લીધો
મોરબીથી સેનેટરીવેર્સના બે ક્ધટેનરમાં ભરીને વિદેશ મોકલવામાં આવી રહેલ પ્રતિબંધિત રક્તચંદનનો ૧૦ કરોડનો જથ્થો દુબઈ અને વિયેટનામ મોકલાય તે પૂર્વે જ ડીઆરઆઈએ સપાટો બોલાવી મુન્દ્રા બંદરેથી ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અને ડીઆરઆઈ દ્વારા મોરબી સુધી તપાસ લંબાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સાનિયો સેનેટરીવેર્સ નામની સીરામીક ફેક્ટરીમાંથી લોડ કરવામાં આવેલા બે ક્ધટેનરને મુન્દ્રા બંદરે સ્ટીમરમાં ચડાવવામાં આવે તે પૂર્વે ડીઆરઆઇએ શંકાના આધારે ચકાસણી કરતા આ ક્ધટેનરમાંથી અંદાજે રૂપિયા ૧૦ કરોડની કિંમતનું પ્રતિબંધિત ૨૦ મેટ્રિક ટન રક્તચંદનનું લાકડું મળી આવતા ડીઆરઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે દાણચોરીથી મોકલવામાં આવેલ આ રક્તચંદન દુબઇ અને વિયેટનામ મોકલવા માટે કારસો ઘડાયો હતો પરંતુ ડીઆરઆઈને ગંધ આવી જતા દાણચોરોનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે અને તપાસ બાદ કડાકા ભડાકા થાય તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ રક્તચંદનની દાણચોરીનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે ડીઆરઆઈની તપાસમાં કોની સંડોવણી ખુલ્લે છે તે જોવું રહ્યું.