લોહીની તપાસ કરવાી કિડનીનો રોગ તરત પારખી શકાય એવી શોધ  મિનેસોટાના નિષ્ણાતોએ કરી છે. કિડની અને હાઈપર ટેન્શન વિશેષજ્ઞ લા ટોન્યા હિક્સનની આગેવાનીમાં કરવામાં આવેલા સંશોધનમાં પુરવાર યું છે કે, લોહીમાં ’કાર્ડિયાક ટ્રોપોપિન ટી’ પ્રકારના પ્રોેટીનની હાજરી વધુ પ્રમાણમાં હોય તો એ પુરાવો હોય છે કે કિડનીમાં ગંભીર પ્રકારની ગરબડ છે.સંશોધકોએ એ પણ તારણ મેળવ્યું છે કે, જેમને હાઈ બીપી રહેતું હોય અવા જેને હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય તેના લોહીમાં આ પ્રોટીન વધુ હોય છે. એટલે કે હૃદયને લગતા કોઈ પણ રોગનો શિકાર હોય તેને કિડનીનો રોગ થાય છે અને દસી બાર વર્ષમાં તેની કિડની ફેઈલ વાની શક્યતા ૪૭ ટકા હોય છે. સામાન્ય માણસને કિડની ફેઈલ વાનું જોખમ માત્ર ૭.૩ ટકા જણાયું છે. લા ટોન્યા હિક્સન અને તેમની ટુકડીએ ’જેનેટિક એપિડેમોલોજી નેટવર્ક ઓફ આર્ટેરિયોપી’ના નેજા હેઠળ ૧૯૯૬ી ૨૦૦૦ દરમિયાન જે લોકોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમની વિગતોનો અભ્યાસ કર્યો છે. એમાંના ૩,૦૫૦ દર્દી દસી બાર વર્ષ પછી કિડની ફેઈલ્યોરના ભોગ બન્યા હતા. એ તમામના લોહીમાં ’કાર્ડિયાક ટ્રોપોપિન ટી’ વધારે પડતું હતું. એમાંના ૭૦ ટકાને હાઈ બીપીની સમસ્યા હતી. બાકીના હૃદયરોગ ધરાવતા પરિવારમાંથી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.